લાખે મારવાડથી પોઠયું હાંકી રે મારવાડ દેશના વણઝારા...
લાખો આવ્યો પોકરણ ગઢના પાદરે રે
મારવાડ દેશના વણઝારા...
લાખા તારી પોઠ્યું માં શું ભરીયું રે
મારવાડ દેશના વણઝારા...
છોરા તારે પૂછયાનું શું કામ છે રે
મારવાડ દેશના વણઝારા...
મારે દાણ લેવાનું કામ છે રે
મારવાડ દેશના વણઝારા...
મારી પોઠ્યુંમાં લુણ મે ભરીયું રે
મારવાડ દેશના વણઝારા...
લાખા તારી બોલી તને ફળશે રે
મારવાડ દેશના વણઝારા...
આ મૂછાળા પાછા નહીં આવે રે
મારવાડ દેશના વણઝારા...
લાખો રણમાં ચુલ્યું ગાળે રે
મારવાડ દેશના વણઝારા...
લાખી મિસરી રાંધવા બેઠી રે
મારવાડ દેશના વણઝારા...
બાપા એ મિસરી નાં લૂણ બનાવ્યા રે
મારવાડ દેશના વણઝારા...
લાખા એ પછેડી ઓઢી પોક મૂકી રે
મારવાડ દેશના વણઝારા...
લાખો આવ્યો પોકરણ ગઢ ના પાદરે રે
મારવાડ દેશના વણઝારા...
લાખો બાપાને કેવા લાગ્યો રે
મારવાડ દેશના વણઝારા...
બાપા મીસરી ના લુણ બન્યા રે
મારવાડ દેશના વણઝારા...
લાખા શીદને તું ખોટું બોલ્યો રે
મારવાડ દેશના વણઝારા...
બાપા કોઈદી હું ખોટું નહીં બોલું રે
મારવાડ દેશના વણઝારા...
બાપાએ લુણની મિસરી બનાવી રે
મારવાડ દેશના વણઝારા...
લાખો બાપાને કહેવા લાગ્યો રે
મારવાડ દેશના વણઝારા...
પ્રભુ નાના હતા ને નો ઓળખ્યા રે
મારવાડ દેશના વણઝારા...
તમે બોલો તો સત્ય બોલજો રે
મારવાડ દેશના વણઝારા...
બાપા ભવસાગર પાર ઉતારશે રે
મારવાડ દેશના વણઝારા...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка અષાઢીબીજ નિમિત્તે રામાપીરનું કિર્તન - લાખે મારવાડથી પોઠ્યું હાંકી -દક્ષાબેન(કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 52