હાલો હર પૂજવા રે હો જઈએ
આપણે શિવ ના શરણા લઈએ ... હાલો હર
શ્રાવણ મહિનો રે હો સારો
ભક્તિ મુક્તિ નો દેનારો ... હાલો હર
ભોળિયો ભાવ નો રે હો ભોગી
એને સે વે યતિ ને જોગી ... હાલો હર
માર્કડ શરણે રે હો આવ્યો
એને યમ ના પાશ થી છોડાવ્યો ... હાલો હર
મૃત્યુંજય ના રે હો જાયે
લાંબુ આયુષ્ય શિવજી આપે ... હાલો હર
ત્રિપુરાસુર ને રે હો મારી
નિર્ભય કિધા દેવ ને ભારી ... હાલો હર
અમૃત દેવો ને રે હો દીધું
પોતે વિષ હળાહળ પીધું ... હાલો હર
મહાદેવ મોટા રે હો દાતા
ગોવિંદ હરખે શિવ ગુણ ગાતા ... હાલો હર
#agiyaras #majadev #shivratri #shreeram #ram #youtube #trending
Негізгі бет અગિયારસ નિમિતે ભોળાનાથ નું ભજન | (ભજન નીચે લખેલું છે ) | Agitaeas Bhajan || NEW MAHADEV BHAJAN 2024
Пікірлер: 4