કુતિયાણા ના અમર ગામે પ્રાકૃતિક ખેતી દ્વારા મહિલા ૨ વીઘા જમીન માં જ વાર્ષિક ૬ લાખ ની ઉપજ મેળવી રહ્યા છે
કુતિયાણા તાલુકાના અમર ગામના ખેડૂત પરિવારના પુત્રવધુ કિંજલબેન ભીખુભાઈ ખૂટી પ્રાકૃતિક ખેતી કરી ૨ વીઘા જમીન માં જ વાર્ષિક ૬ લાખ ની ઉપજ મેળવી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે તેમના સસરા સામતભાઈ ૨૦૧૬ માં આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અશ્વિનભાઈ મોરીના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ આત્મા પ્રોજેક્ટની તાલીમમાં જોડાઈ કચ્છમાં ૪૭ ખેડૂતો સાથે પ્રવાસ કર્યો હતો. કચ્છમાંથી ખારેક સંશોધન કેન્દ્ર અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતથી ખારેકની ખેતી અંગે પ્રેરણા મળતા રૂપિયા ૩૬૦૦ના એક છોડ લેખે કચ્છ માંથી ૪૦ ખારેકના છોડનું વાવેતર તે જ વર્ષે તેમના ખેતરમાં કર્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦ માં ખારેકના પાકમાંથી આવક શરૂ થઈ, અને તે સમય દરમિયાન બે વીઘા જમીનમાં આંતરીક તરીકે કમલમ ફ્રૂટના ૧૭૫ જેટલા છોડનું વાવેતર કર્યું હતું. કિંજલબેન પોતે ભણેલા ગણેલા અને શિક્ષિત હોવા છતાં શહેરમાં નોકરીથી પણ સારી એવી આવક પ્રાકૃતિક ખેતીમાં થતી હોવાથી કિંજલબેનને જાતે જ સસરાએ કંડારેલ કેડી ઉપર ચાલવાનો નિર્ણય કરી આ પ્રાકૃતિક ખેતીમાં જોતરાઈ ગયા હતા. કિંજલબેન જીવામૃત તૈયાર કરવાની સાથે આચ્છાદન, નિંદણ, પાક ઉતારવો, પેકિંગ કરવું, વેચાણ માટે અન્ય શહેરોમાં મોકલવા, ખર્ચ, નફાના હિસાબ રાખવા સહિત ખારેક અને કમલમ ફ્રૂટના પાકની અલગ અલગ સ્થળોએ વેચાણ કરવાની જવાબદારી સંભાળી લીધી છે. કિંજલબેન દ્વારા ખારેક કમલમ ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલ શાકભાજીના વેચાણ ઘરેથી જ થાય તે માટે પ્રયાસો કરાઇ છે. હાલ સુરત, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ અને પોરબંદરમાં કમલમ ફ્રૂટનું વેચાણ થઈ રહ્યું છે. તો પ્રાકૃતિક ખેતી થી ઉત્પાદિત થયેલ ખારેકનું પણ સીધું ઘરેથી જ અલગ અલગ બોક્સમાં પેક કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક શિક્ષિત પુત્રવધુ કિંજલબેન બે વીઘા જમીન માંથી વાર્ષિક ૬ લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો તેમની અન્ય ૧૫ વીઘા જમીનમાં પણ હવે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો છે. લોકોને કેમિકલ, દવા મુક્ત શુદ્ધ અને સાત્વિક કઠોળ અને શાકભાજીનો ખોરાક મળી રહે તેમજ કેમિકલ યુક્ત ખોરાકના લીધે કેન્સર જેવી ગંભીર બીમારીથી લોકો બચી શકે તે માટે અન્ય ૧૫ વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો છે. સસરાના માર્ગદર્શન હેઠળ કિંજલબેન પ્રાકૃતિક ખેતીમાં જોડાઈ ખેતી કાર્યની તમામ જવાબદારી પોતાના શિરે લીધી છે.પ્રાકૃતિક ખેતીમાં સારુ ઉત્પાદન મળતું હોવાથી આ શિક્ષિત પુત્ર વધુ અન્ય ખેડૂત પરિવારના બહેનો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.
Негізгі бет અમર ગામે મહિલા પ્રાકૃતિક ખેતી મારફત માત્ર 2 વિઘા જમીન માં મેળવે છે વાર્ષિક 6 લાખ ની ઉપજ:ખાસ અહેવાલ
Пікірлер: 5