તું લીલી ને ગુણકારી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં
તને ધરતી માં એ ઉગાડી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તું તો ત્રિકમજીને બહુ વાલી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તને પૂજે ને દીપ પ્રગટાવે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારી પૂજાથી સુખ ઘણું થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારા ભારે પ્રભુજી તોળાયા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારા મણકાને કંઠમાં ધર્યા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તું તો વર્ષાઋતુમાં ફૂલે ફાલે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તને પ્રભુજીના શરણોમાં પધરાવે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
મણકા ફેરવીને પ્રભુજીને જપતા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારા સ્પર્શથી શુદ્ધિ થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારા સેવન થી રોગ મટી જાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તને મુખમાં મુકવાથી મોક્ષ મળે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તું તો અંત સમયના દુઃખ કાપે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તું તો ઠાકોરની પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તને ભક્તજનો એ વખાણી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારા પાનની અનેરી શોભા રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
એમાં માંજરના જાજેરા માન રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તું તો ભક્ત મંડળને બહુ વહાલી રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારી વિના પ્રભુ નો જમે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
તારા ગુણલા ગાવાથી શાંતિ થાયે રે માં જ્યાં જોઉં ત્યાં તુલસીમાં...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર
Негізгі бет Музыка ભીમ અગિયારસ નિમિત્તે તુલસીમાં નું કિર્તન ( કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 67