સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિજોગે વ્યાકુળ થાતી હું ભાન ભૂલી જાતે છુપાય ગયો કાનુડો
એક સખી આવીને સંદેશો લાવી
એ તો ગયો છે જાનાબાઈ ને મળવા છુપાઈ ગયો કાનુડો
જાનાબાઈ ના છાણા માં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે
જાનાબાઈ ના મનડા ડોલે વિઠ્ઠલનાથ બોલે છુપાઈ ગયો કાનુડો
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ઓમ વિઠ્ઠલા
કોણે કોણે દીઠ હરી ઓમ વિઠ્ઠલ
જાનાબાઈ એ દીઠેલા હરી ઓમ વિઠ્ઠલા
પંઢરપુરમાં આવેલા હરી ઓમ વિઠ્ઠલા
સખી જોને છુપાઈ ગયો કાનુડો
મારા વિજોગે વ્યાકુળ થાતો ધ્યાન ભૂલી જાતી છુપાઈ ગયું કાનુડો
એક સખી આવીને સંદેશો લાવી
એ તો ગયો છે સકુબાઈ ને મળવા છુપાઈ ગયો કાનુ ડૉ
સકુબાઈ તો એવી જાત્રા કરે
વાલો ઘરના કામકાજ કરે બેડે પાણી ભરે છુપાઈ ગયો કાનુડો
જાત્રા એવી કરો રે જાત્રા એવી કરો રે
જાત્રા કાશીમાં લઈ જાય
વાતો એવી કરો રે વાતો એવી કરો રે વાતો સત્સંગમાં લઈ જાય
સખી જોને છુપાઈ ગયું કાનુડો
એના વિજોગે વ્યાકુળ થાતી ભાન ભૂલી જાતી છુપાઈ ગયો કાનુ ડો
એક સખી આવીને સંદેશો લાવી
એ તો ગયો છે નરસૈયાને મળવા છુપાઈ ગયું કાનુડો
વાલે શામળશા ને જાન જોડી
વાલો વણિક બનીને આવે મામેરા એના પુરે છુપાઈ કયો કાનુડો
મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી
મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી
મારે નથી બીજો આધાર રે શામળા ગિરધારી
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિજોગે વ્યાકુળ થાતી હુ ભાન ભૂલી જાતે છુપાઈ ગયો કાનુડો
એક સખી આવીને સંદેશો લાવી
એ તો ગયો છે મીરાબાઈને મળવા છુપાઈ ગયો કાનુડો
વાલે ઝેર ના અમૃત કરી દીધા
વાલો ઘુઘરા બાંધી નાચે મીરાબાઈ સાથે છુપાઈ ગયું કાનુડો
હાહા રે મીરા નાચી રે હરિના ભજનમાં
હરિના ભજનમાં પ્રભુ ના ભજન
આહારે મીરા નાચે રે પ્રભુ ના ભજન માં
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વિજોગી વ્યાકુળ થાતી ભાન ભૂલી જાતી છુપાઈ ગયું કાનુડો
એક સખી આવી સંદેશો લાવી
એ તો ગયો છે દ્રોપદીને મળવા છૂપાઈ ગયો કાનુડો
વાલે ભરી સભામાં લાજ રાખી
વાલો અરજ સુણીને આવે ચીર એના પુરે છુપાઈ ગયો કાનુડો
દોડી દોડી આવે રે દોડી દોડી આવે મારો કુંવર કનૈયો
ફરી રે સભામાં દ્રોપદી પુકારે
ચીર પુરવા આવે રે ચીરવા આવે મારો કનૈયો
સખી જોને છુપાઈ ગયો કાનુડો
એના વી જોગે વ્યાકુળ ખાતે ભૂલી જાતે છુપાઈ ગયો કાનો
એક સખી આવીને સંદેશો લાવે
એ તો ગયો છે ભજન કરવા છૂપાઈ ગયો કાનુ
એ તો સત્સંગ મંડળમાં આવી બેસે
એ તો એવા મીઠા બોલ બોલે સૌના મનડા ડોલે છુપાઈ ગયો કાનુડો
મારુ મનડુ ભજનમાં ડોલે છે
મારુ મન ડોલે મારુ તન ડોલે
એનો શું કરવો ઉપાય મારું ડોલે છે
મને રંગ કનૈયા નો લાગ્યો છે
બીજો ચડતો નથી એકે રંગ મનડું મારું ડોલે છે
Негізгі бет ભજનમાં વચ્ચે વચ્ચે ધૂનની રમજટ (નીચે લખેલું છે)
Пікірлер: 114