અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ ભજન _______________
ભક્તિ માતા નાં ઘનશ્યામ દીકરા
ભક્તિ માતા ને જાવું વૈકુંઠ ધામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
દસ વર્ષ નાં ઘનશ્યામ થયાં
પાટી ને પેન લઈને ભણવા ગયા
ભાઈ ભાભી ને હરખ નો માય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ભણી ગણીને ઘરે આવ્યા
ભાઈ ભાભી કાંઈ લડાવે છે લાડ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
મોટા ભાઈ તે વાડીએથી આવ્યા
મોટા ભાઈએ એવાં સીંધા કામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
સવારે આવજો રે ઘનશ્યામ વાડીએ
નીંદવા છે કાંઈ શીભડી નાં ખેતર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
સવારે ગયા રે ઘનશ્યામ વાડીએ
ખેંચી નાખ્યા શીભડી નાં ખેતર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
શીભડી ખેંચી ને ઘેરે આવ્યા
ભાભી અમને બવ લાગ્યો છે થાક રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
સોડ વાળી ને ઘનશ્યામ સુઈ ગયા
મોટા ભાઈ તે આવી ને ખીજાય ગયાં
ક્યાં ગયો તારો લાડકવાયો દેર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
મારા ઘનશ્યામ ને થાક લાગ્યો
એવા તમે શું કરાવ્યા કામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
તારા ઘનશ્યામે ખેંચી શીભડી
ખેતરમાં કાંઈ કર્યો છે બગાડ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ભાભી ફોસલાવી લય ગયા વાડીએ
ખેતર નાં છેઢડે ઉભા રહ્યા
ખેતર કાઈ શીભડી થી છલકાઈ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ભાભી ફોસલાવી ઘરે લાવ્યા
પરણાવુ કાઈ મારી નાની બહેન રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ઘનશ્યામે મન માં વીચાર્યું
હવે આંયાં નો રહેવાય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
અડધી રાતું ના ઘનશ્યામ જાગીયા
માણકી ઘોડીને ચાબુક હાથમાં
પાદર જય ને નાખ્યા છે પલાણ રે.
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ચાર વાગ્યા નાં ભાભી જાગીયા
પથારીમાં નો જોયા ઘનશ્યામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
તમારે લીધે ઘનશ્યામ વય ગયા
ખોઈ બેઠા કાઈ દુધ જેવો દેર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ભાભી એ અન જળ મેલ્યા
ઘનશ્યામ આવે તો અમે જમીએ
નો લ્યે અન ને જળ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
મોટા ભાઈ તે ગોતવા ને હાલ્યા
ખાલી હાથે તે પાછા આવ્યા
કંયાય નથી તારો ઘનશ્યામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ઘનશ્યામ ને સુતાં સપનું આવ્યું
ભુખી જુરે માં જેવી ભોજાઈ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
કાગળ લેખાણ લીધાં હાથમાં
લખે છે કાંઈ ભાભી ને કાગળ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
તમારો ઘનશ્યામ તમારા હાથમાં
થાળી પીરસી ને સાદ પાડજો
ભેળાં બેસી કરશું રે ભોજન રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
વાલા ભગત ને દેવાં મોકલ્યા
કાગળ દેજો ભાભી નાં હાથમાં
ભાભી ને કાઈ હરખ નો માય રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ભાભી એ પકવાન પાડીયા
થાળી પીરસી ને સાદ પાડ્યો
જમવા આવો લાડકવાયા દેર રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
આવી પલોઠી વાળી પાટલે
કોળીયા લીધાં ભાભી નાં હાથનાં
ભેળાં બેસી કર્યા છે ભોજન રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
માણકી ઘોડીએ ઘનશ્યામ આવજો
હોય તમારો અક્ષર ધામ માં વાસ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
ભક્તિ માતા નાં ઘનશ્યામ દીકરા
ભક્તિ માતા ને જાવું વૈકુંઠ ધામ રે
ભક્તિ ના જાયા નાની ઉંમરમાં વન નીસર્યા
Негізгі бет ભક્તિ માતા નાં ઘનશ્યામ દીકરા || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
Пікірлер: 14