હાં રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ ના
હાં રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના
હાડ રે સુકાણા એનાં શરીર સુકાણા
હાં રે એની આંખડી ના તેજ તો હરાણા સુદામા આવ્યા મળવા
માથે નથી મોડિયું ને પગ માં નહિ પગરખાં
હાં રે એને કાણા પડેલો કસોટો પેરવા નો મળે પોતડી
દ્વારપાળ એ દીધી ખબરું દ્વારે ઊભો દુબળો
હાં રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના..
સાદ રે સુણી ને વાલો દોડ્યા ગિરિધારી
હાં રે એને ત્રિકમે લીધા છે તેડી સુદામા આવ્યા મળવા
અંગ ઘસે છે એની અષ્ટ પટરાણીયું
હાં રે એવા રુક્મિણી રેડે છે પાણી પખાળે વાલો પાવલા
મારે માટે ભેટ શું લાવ્યા સુદામા
હાં રે ઈ તો પોટલી ને આમતેમ સંતાડે સુદામા આવ્યા મળવા
તાંદુલ જમે ને વાલો રોકે રાણી રુકમણી
હાં રે અમને આપો ને અવિનાશી સેવા શરણો માં રાખો શામળા
ઘણા દિવસ વીત્યા ને વિદાય માગી મિત્રે
હાં રે એણે મોરારી પાસે કાઈ નો માગ્યું ધન્ય ધન્ય એની ધારણા
સુદામા ની આંખમાં આંસુડાં ની ધાર છે
હાં રે ઘણું હતું પણ કાઈ નો માગ્યું સુદામા આવ્યા મળવા
પોરબંદર આવી ને સુદામા ઊભા રહ્યા
હાં રે એની ઝૂંપડી ના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા
પ્રભુ એ સુદામા ને વૈભવ આપ્યો સામટો
હાં રે માગ્યા વિના દારિદ્ર ટાળી દીધા સુદામા આવ્યા મળવા
ભાઈબંધ કરો તો તમે ત્રિકમ જેવા કરજો
હાં રે ત્રિકમ ટાણે આવીને ઊભા રે છે સુદામા આવ્યા મળવા
સુદામા ની ઝૂંપડી ને જે કોઈ ગાય છે
હાં રે એનાં ભવ ના દારિદ્ર જાશે ટળી સુદામા આવ્યા મળવા
હાં રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ ના.....
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#અરુણાબેન
#Arunaben
#Bhavnagar
#ભાવનગર
#Saurashtra
#સૌરાષ્ટ્ર
Негізгі бет દ્વારિકા માં આવ્યા છે સુદામા - ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપેલ છે)
Пікірлер: 125