અમેરિકામાં જૂનના ત્રીજા રવિવારને Father’s Day તરીકે ઉજવવામાં આવે છે, અને બાળકો પોતાના પિતાને મળવા આવે, બહાર જમવા લઈ જાય અને દૂર રહેતા હોય તો ફૂલોનો ગુલદસ્તો, કેક વગેરે મોકલી આપે અને આમ પોતાની લાગણી વ્યક્ત કરે. ભારતમાં આપણી સંસ્કૃતિમાં રોજ માતૃવંદના અને પિતૃવંદનાના સંસ્કાર બાળકને નાનપણથી મળે છે. બાળક શાળામાં જતાં પહેલા ઘરથી જ સંસ્કાર રીતભાત અને વડીલોને આદર આપવાનું શીખે છે. આપણા માટે રોજ માતા પિતાને માન આપવાનું ઘરેથી બહાર જતાં પહેલા એમના ચરણસ્પર્ષ કરી આશીર્વાદ લઈ જવાનું સહજ છે. એક પિતાની સરખામણી નારિયેળ સાથે થઈ શકે, બહારથી સખત પણ અંદરથી ઋજુ, કોમળ અને નરમ હોય છે. બાળકોના ઘડતરમાં માતા પિતા બન્નેનો સરખો ફાળો હોય છે, પણ પિતા બાળકને દુનિયા સામે ટક્કર લેવમાં અને મુસીબતોનો સામનો કેમ કરવો એ શીખવાડે છે.Father’s Day ના દિવસે મારું કાવ્ય જગતના સહુ પિતાને સમર્પિત અને ખાસ મારા પિતાને યાદ કરતાં એક દીકરીના તર્પણનું કાવ્ય છે. આશા છે કે આપ સહુને જરૂર ગમશે. આપને પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને મોકલજો.
#gazal
#geetgazal
#shaila munshaw
#ca kartik pandit
#fathersday
Негізгі бет ગીત ગઝલ- શૈલા મુનશા-તર્પણ-Father’s Day ના દિવસે મારું કાવ્ય
Пікірлер: 2