@Rasilaben Thummar (રસીલા ઠુંમર)
#mahilamandal #newsong #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #સત્સંગ #gujaratibhajan #gujaratisong #કીર્તન
check out other videos:
કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ: • gujarati kirtan | કૃષ્...
સતગુરુજી ઘરે આવ્યા: • Bhakti song 2022 | સતગ...
Follow our social media Blog :
gujarati-bhakti-song.blogspot...
========== સદગુરૂની ચૂંદડી ==========
મારાં ગુરુએ ઓઢાડી મને ચૂંદડી
દીકરી ચૂંદડી ઓઢીને સાસરે ઓઢાડી અમર ચૂંદડી
હું તો કર રે જોડીને ગુરુજીને વિનાવું
આરે ચૂંદડી મારાથી નઈ ઓઢાય ઓઢાડી અમર ચૂંદડી
ગુરૂજી ચૂંદડી ઓઢુંતો જગત વાતું રે કરે
દીકરી ભગતમાં જગત સમાય ઓઢી લ્યો અમર ચૂંદડી
ગુરૂજી ચૂંદડી ઓઢું તો દુખડા બહુ રે પડે
દીકરી દુખડા કાપે દીનાનાથ ઓઢી લ્યો અમર ચૂંદડી
ગુરૂજી ચૂંદડી ઓઢુંતો સંકટ બહુ રે પડે
દીકરી સંકટ સતગુરુનો સાથ ઓઢી લ્યો અમર ચૂંદડી
મારાં ગુરૂના વચન મેં તો સીર રે ધર્યા
હું તો ચૂંદડી ઓઢવાને થઈ તૈયાર ગુરૂજી ઓઢાડી....
મારાં ગુરુએ ઓઢાડે અમર ચૂંદડી
મારી ચૂંદડીનાં નો થાય મોલ ઓઢાડી ગુરૂએ ચૂંદડી ...
મારાં ગુરુએ સગપણ મારું ગોતીયું
સગપણ કર્યા છે કાંઈ શામડિયાને સાથ ઓઢાડી...
મારાં ગુરુએ મારાં લગન મારાં લખિયા
લગન લઇને મારાં સતગુરુજી જાય ઓઢાડી...
લગન મોકલ્યા છે નંદરાયને આંગણે
મારાં હૈયામાં હરખ નાં માય ઓઢાડી...
માતા જશોદાએ લગન વધાંવીયા
ત્યાંતો હરખે છે નંદજીનો લાલ ઓઢાડી...
શુભ ચૌધડીયે મંડપ મારાં રોપિયાં
મંડપ રોપ્યા છે ગુરૂજીને દ્વાર ઓઢાડી...
જ્ઞાન ભક્તિ વૈરાગ સત્સંગનાં સ્તંભ રોપ્યા
ઓહમ સોહમનાં ઢાળીયાં છે બાજોઠ ઓઢાડી..
ઇંગલા પિંગલા બે સખી મારી બેનપણી
મેતો સુક્ષમણાને કરી છે અણવર ઓઢાડી..
ત્રિવેણીના તીરે મારાં સતગુરુ પધારિયા
એને જોવા છે એની દીકરીના લગન ઓઢાડી..
મારાં ગુરુએ કન્યાદાન આપીયા
મને કન્યાદાનમાં દીધો સત્સંગ ઓઢાડી..
મારાં ગુરુએ કરિયાવર મને બહુ રે દીધો
જ્ઞાન ભક્તિનો દીધો કરિયાવર ઓઢાડી ...
મારાં ગુરુએ બેસાડી મને માયરે રે
ત્યાંતો મંગલ ફેરા રે વાર્તાય ઓઢાડી....
કામ ક્રોધ લોભ મોક્ષનાં ચાર ફેરા
મારો શામડિયો થયો છે ભરથાર ઓઢાડી..
મારાં ગુરુએ શિખામણ મને બહુરે દીધી
મેતો રાખી મારાં રૂદિયાની માય ઓઢાડી...
દીકરી સાસરિયે જાસોતો દુખડા બહુ રે પડે
સુખ દુઃખમાં તમે કરજો ભજન ઓઢાડી...
મારાં ગુરુએ વાળાવી મુજને સાસરે
મારું સાસારિયું છે ગોકુળિયું ગામ ઓઢાડી...
માતા જશોદા વધાવે મુજને ફુલાડે
માંરો શામડિયો થયો છે ભરથાર ઓઢાડી...
મારાં ગુરુએ ઓઢાડી અમર ચૂંદડી
દીકરી ચૂંદડી ઓઢીને સાસરે જાવ ઓઢાડી...
Album: sadaguruni chundadi
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar
Негізгі бет Музыка gujarati kirtan - sadaguruni chundadi (નીચે લખેલુ છે ) - jay gurudev - new song 2022
Пікірлер: 52