મારા અંતરના આરાધે ગુરુજી મારા આવજો રે. (૨)
લેવા રે કઈ સેવક ની સંભાળ રે
મારા અંતરના આરાધે ગુરુજી મારા આવજો રે
મેતો ટીલડી ચોડી રે ગુરુ તારા નામની
હો જી
અમર સેથો પુરીયો મે તો આજ રે
મારા અંતર ના આરાધે ગુરુજી મારા આવજો રે
મેતો બંગડી પહેરી રે ગુરુ તારા નામની
હો જી
અમર ચુડલો પહેર્યો તારો હાથ રે
મારા અંતર ના આરાધે ગુરુજી મારા આવજો હો જી
મેં તો ચુંદડી ઓઢી છે ગુરૂ તમારા નામની
હો જી
ભગવો મેં તો પહેર્યો ભેખ રે હાં..
મારા અંતરના આરાધે ગુરુ મારા આવજો
હો જી
એવા મધરે દરિયામાં ડોલે મારી નાવડી
હો જી
સામે કિનારે લાવો ગુરુ દેવ રે હાં...
મારા અંતરના આરાધે ગુરુ મારા આવજો
રે
એવું તમથી બીજું મારુ કોઈ નથી
સાચો સગો છે રે દીનાનાથ રે હાં
મારા અંતરના આરાધે ગુરુ મારા આવજો રે
એવા ગુરુના ચરણોમાં ભક્તો બોલ્યા હો જી
દેજો અમને સંત ચરણમાં વાસ રે હાં
મારા અંતરના આરાધે ગુરુ મારા આવજો રે...🙏🙏🙏🙏🙏🙏
સાખી ્્્્્
ગુરુ તમારા ચરણોમાં બેઠી
ચિંતા મુજને સાની રે
બાપ દીકરી ની પ્રીતડી
એ તો જનમ જનમ રહેવાની રે..
👉👉👉👉🌺🌺👈👈👈👈
#ભજન #સત્સંગ #કીર્તન #ગુજરાતી #bhajan #bhajan #lagangeet #krishna #ગરબા #gujaratibhajan
Негізгі бет ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ નવુ ભજન (લખેલું છે) દક્ષાબેન નાં સ્વરે
Пікірлер: 172