શબ્દ વાટકડી રે
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી. (૨)
ઉપદેશના તિલક કરાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
પહેલું તે તિલક મારી આંખ ઉપર કરજો
આંખોથી અમી ઉભરાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
બીજું તે તિલક મારા મુખ ઉપર કરજો
જીવનમાં જૂઠું ના બોલાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
ત્રીજુ તે તિલક મારા કાન ઉપર કરજે
કોઈની નિંદા ના સંભળાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
ચોથો કે ચાંદલો મારી હથેળીમાં કરજો
હાથેથી પુણ્યદાન થાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
પાંચમો તે ચાંદલો મારા પગ ઉપર કરજો
ચાલીને સત્સંગમાં જવાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
છઠ્ઠો તે ચાંદલો મારા હૃદય ઉપર કરજો
હૃદયથી ધ્યાન ધરાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
સાતમો તે ચાંદલો મારા કંઠ ઉપર કરજો
જપુ તમારા નામના જાપ
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
આઠમું તે તિલક મારા મન ઉપર કરજો
જ્યાં ત્યાં ભટકવા ના જાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
નવમું તિલક મારા મસ્તક પર કરજો
સમાધિમાં શ્યામ દેખાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
નવ નવ ભક્તિ રૂપી તિલક કરજો
બેડો ભવ પાર થઈ જાય
જ્ઞાન ચંદન ઘોળ્યા ગુરુજી
શબ્દ વાટકડી...
જ્ઞાન ચંદન ઘોળ્યા...
🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Негізгі бет 🌷ગુરુપૂર્ણિમા સ્પેશિયલ 🌷(લખેલું છે)મંજુબેન. 6352384137
Пікірлер: 47