======કીર્તન======
હાલો હાલો ભજનમાં જાવું છે
મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાવું છે
મારા ઘરમાં દીકરો ને વવા રૂ
ઘરની ચાવી મારે હાથ ભજનમાં જાવું છે
મારે ગાયો ભેંસો ના દુજાણા
ઘરની મૂડી મારે હાથ ભજનમાં જવું છે
મારા સગા વહાલા માં હું મોટી
મને પૂછવા આવે સૌ ભજનમાં જાવું છે
મારી આજકાલ કરતા ઉમર થઈ
હવે લાકડી ના ટેકે રે ભજનમાં જાવું છે
મારી કાયા હવે તો કંપે છે
તોય ઘોડિયાની દોરી મારે હાથ ભજનમાં જવું છે
હવે ખાવા પીવાનું કંઈ ભાવે નહીં
મને ઘરમાં પૂછે નહીં કોઈ ભજનમાં જાવું છે
કોઈ મારું મારુ કરશો નહીં
બધું માથે લય ફરશો નહીં
પછી તારવા નહીં આવે રામ ભજનમાં જાવું છે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Негізгі бет ||હાલો હાલો ભજનમાં જાવું છે મારે ભજવા ભોળાનાથ ભજનમાં જાવું છે|| gurukrupa kirtan|| કીર્તન લખેલ છે 👇👇
Пікірлер: 3