હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ! પરબ્રહ્મ જય સર્વોપરી,
સુખકંદ સહજાનંદજી કમનીય મૂર્તિ માધુરી,
છો વિમલ અમૃતધામ વાસી સૌખ્ય રાશિ શ્રીહરી,
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૧||
હે અખિલ વિશ્વાધાર તનુ સાકાર તેજોમય મહા,
અગણિત બ્રહ્માંડો ઉડે તવ ધામ અક્ષરમાં અહા,
છે સકળ વિભુતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી,
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૨||
અવતાર લઇ અવની વિષે સદ્ધર્મની ગ્લાનિ સમે,
નિજ ભક્ત કારણ રૂપ બહુબહુ ધારીને વિચરો તમે,
ઉત્થાપી મુળ અધર્મના સદ્ધર્મ સ્થાપો છો ફરી,
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૩||
આ સમયમાં સામર્થ્ય રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ,
ભવમાં ભટકતા જીવનું અજ્ઞાનઘન હરવા વિભુ,
સદ્ધર્મ ભક્તિ જ્ઞાન ને વૈરાગ્યની વૃષ્ટિ કરી,
હે ભક્તજન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી, ||૦૪||
Негізгі бет He Purna Purushottam Prabhu with Gujarati lyrics | bhujmandir kirtan | Swaminarayan Kirtan
Пікірлер: 58