#bhajan #satsang #bhakti #gujrati #kirtan #gamdu #like #rambhajan #ayodhya #kanudo#હિંડોળા #ભજન#કીર્તન#સત્સંગ#ગુજરાતી#
#krishnabhajan #krishna#satsang_bhajan#
પ્રાચીન હિંડોળો
હરખેં ઝુલાવુ નંદલાલ ને
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
ગોકુળ ગામ રળીઆમણાં રે
રુડા જમનાંજી નાં ઘાટ (૨)
ઘાટેં કદમ કેરાં જાડવાં
હારે ઝુલો બાંધ્યો છે મહારાજ (૨)
હરખેં ઝુલાવુ નંદલાલ ને
સત્ય રુપી આશન પાથરાં રે
બાંધી મનડાં કેરી ડોર (૨)
ગોપીઓ ને આનંદ ઘણો થાય છે
હારે હૈયે હરખ નાં માય (૨)
હરખેં ઝુલાવુ નંદલાલ ને
જમુના ને કાંઠે આવે મોરલા રે
આવે શામળિયા ની સાથ (૨)
દર્શન કરે છે નંદલાલ નાં
હારે નાચે ગોપીઓ ની સાથ (૨)
હરખેં ઝુલાવુ નંદલાલ ને
ગોપીઓ એ ઝુલોગાયો શ્યામ નો રે
નાદ ગયો છે કૈલાસ (૨)
શીવજી એ સમાધી છોડી દીધી
હારે આવ્યા ડમરું લઈ ને હાથ (૨)
હરખેં ઝુલાવુ નંદલાલ ને
શીવજી એ ડમરું વગાડીયુ રે
નાદ ગયો બ્રહ્મ લોક (૨)
બ્રહ્માજી એ આશન છોડીયા
હારે આવ્યા વ્રજ ની રે માંય (૨)
હરખેં ઝુલાવુ નંદલાલ ને
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ નાં રે
અમને દર્શન થાય (૨)
લાડીલા લાલ નાં ઝુલા થકી
હારે ગોપી પામી છે આનંદ (૨)
હરખેં ઝુલાવુ નંદલાલ ને
જય શ્રી કૃષ્ણ
Негізгі бет હિંડોળા ના કીર્તન||વર્ષો જુનો હીડોળો છે એકવાર જરૂર સાંભળજો (નીચે લખેલ છે)
Пікірлер: 7