હિમાલય ની દીકરી એનું પાર્વતી છે નામ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવ્યા
જટા મેલી મોકળીને નાચે ભોળાનાથ
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
મોચીડા નો વેશ લઈને ભોળાનાથ આવ્યા
ઉતર્યા ભોળાનાથ એવા હિમાલય મોજાર
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
મોજડિયું મુલવે છે પેલી ચૌદ ભુવન ની નારી
કર રે મોચીડા તારી મોજડીયું નાં મૂલ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
મારી રે મોજડીએ સતી ભરવા જોશે પાણી
રોટલા ઘડીને જમાડો ભોળાનાથ
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
સીતાજી નો વેશ લઈને ઉમૈયાજી આવ્યા
રામ અને લક્ષ્મણ માને પાયે પડી જાય
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
વનમાં માતાજી તમે એકલા કેમ આવ્યા
વાટ જુએ છે ઓલા ચૌદ ભુવન ના નાથ
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
અગ્નિ પરીક્ષા માતા પારવતીએ દીધી
હવનકુંડમાં માતા ઉમૈયા હોમાય
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
તાંડવ કરતા કરતા ભોળાનાથ આવીયા
પકડ્યો સતીએ ભોળા નો જમણો હાથ
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
સતીના અંગારા શિવે ઠામો ઠામ પાડીયા
ત્યાં માં ઉમૈયાજી ના મંદિરો બંધાય
ઓમ નમઃ શિવાય ભજતા ડોલે કૈલાસ ધામ...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет હિમાલયની દિકરી એનું પાર્વતી છે નામ ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ(કિર્તન લખેલું નીચે છે)શ્રાવણમાસ2023
Пікірлер: 89