mafat ni jatra monghi padi gai...
ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,
મફતની જાત્રા મોંઘી પડી ગઈ,
સુક સુક ગાડી ઉપડી ગઈ,
દ્વારકાના ટેશને ઉભી રે,
ગંગામાં નાયા,
ગોમતીમાં નાયા,
નાયા ધોયા ને હું તો ઉભી રહી,
કપડા ની થેલી ગુમ થઈ ગઈ,
ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,
મફતની જાત્રા મોંઘી પડી ગઈ,
સુક સુક ગાડી ઉપડી ગઈ,
બેસવાની જગ્યા ક્યાંય ન રહી,
ધક્કા મારીને હું તો અંદર ગઈ,
બેસવાની જગ્યા ક્યાંય ન રહી,
આણંદ નું ટેશન આવ્યું,
આણંદના ગોટા લીધા,
ગોટા પડ્યા પેટમાં,
બંદો બેઠો ટેસમાં,
ગોટા ના પૈસા દીધા નહીં,
મફત ની જાત્રા મોંઘી પડી ગઈ,
ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,
મફતની જાત્રા મોંઘી પડી ગઈ,
સુક સુક ગાડી ઉપડી ગઈ,
મથુરાના ટેસને ઉભી રહી,
ધક્કા મારીને હું તો અંદર ગઈ,
દર્શન ની જગ્યા ક્યાંય ન રહી,
ધક્કા મારીને હું તો અંદર ગઈ,
ત્રણ તોલા ને મારી કંઠી ગઈ,
દેરાણી જેઠાણી રાજી થઈ,
ભલે ગાંડી ની કંઠી ગઈ,
પરણીયો મારો પૂછશે,
સસરા મારા પૂછશે,
ડાકોરના દર્શન થયા કે નહીં,
એમનેમ પાછી ઘરે ગઈ,
ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,
મફતની જાત્રા મોંઘી પડી ગઈ,
સુક સુક ગાડી ઉપડી ગઈ,
Негізгі бет ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ,મફતની જાત્રા મોંઘી પડી ગઈ..ll કીર્તન નીચે લખેલ છે.ll જયશ્રીબેન બાળધા
Пікірлер: 24