અમેરિકામાં એક તરફ લાખો એવા ઈલીગલ ઈમિગ્રન્ટ્સ છે કે જેઓ ત્યાં વર્ષોથી રહે છે, તેમની ફેમિલી તેમજ બિઝનેસ અમેરિકામાં છે અને તેમના બાળકો પણ અમેરિકામાં જ જનમ્યા છે અથવા તો તેમણે પોતે અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યા છે. જ્યારે બીજી તરફ છેલ્લા ત્રણેક વર્ષમાં અમેરિકા આવેલા લાખો અનડોક્યુમેન્ટેડ છે કે જેઓ ઈલીગલી મેક્સિકો અથવા કેનેડાની બોર્ડર ક્રોસ કરીને કે પછી બીજી કોઈ રીતે અમેરિકા આવી ગયા છે અને તેમણે અસાયલમ ફાઈલ કર્યું છે અથવા બોર્ડર પર પકડાયા વિના જ તેઓ અમેરિકા આવી ગયા છે અને લાખો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ભીડમાં ખોવાઈ ગયા છે. અમેરિકામાં ચૂંટણી નજીક છે ત્યારે છેલ્લા એકાદ મહિનાથી બાઈડન સરકાર જે રીતે એક પછી એક નિર્ણયો લઈ વર્ષોથી યુએસમાં રહેતા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને લીગલ થવા માટે જે ઓપશ્ન્સ આપી રહી છે અને બોર્ડર પર સખ્તી વધારી રહી છે તેને જોતા સરકાર શું મેસેજ આપવા માગે છે તેનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ રહ્યું છે. એવું કહી શકાય કે અમેરિકન સરકારને દેશમાં વર્ષોથી રહેતા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ સામે કદાચ કોઈ વાંધો નથી, પરંતુ નવા-સવા આવેલા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ માટે યુએસમાં લીગલ થવું કદાચ આસાન નહીં હોય.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...
Негізгі бет જો બાઈડને જૂન મહિનામાં જ બે નિર્ણયો લઈને સંકેત આપી દીધો છે કે હવે ઈલીગલી અમેરિકા જવું આસાન નહીં રહે
No video
Пікірлер: 5