જાણો L&T (લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ) ના ઇતિહાસ વિશે | L&T Business empire | L&T History, gujju fact
દુનિયાની સૌથી ઊંચી મુર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલી ખાસ છે કે તે સમગ્ર ભારતનું ઋણ ચૂકવી શકે છે, ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પાસે બનેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી મુર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જ કંપની દ્વારા બનાવવામાં આવી છે, ગુજરાતના મોટેરા માં સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ જ કંપનીએ બનાવ્યું છે, આ જ કંપની દુનિયાના સૌથી મોટા મિસાઇલ ટેન્ક પણ બનાવે છે, અને સાથે સાથે આ જ કંપનીએ સાઉદી અરબના સૌથી મોટા ગ્રીન હાઈડ્રોજન પ્રોજેટ્કથી લઈને અયોધ્યા રામ મંદિરનું પણ નિર્માણ કર્યું છે, તેની સાથે મુંબઈ, દિલ્હી, અને બેંગલોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને દિલ્હીના લોટસ ટેમ્પલ જેવી સુંદર ઇમારત બનાવવા વાળી કંપની છે એલ એન્ડ ટી, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ.
આ નામ સાંભળીને તમને એવું લાગશે કે આ એક વિદેશી કંપની છે, પરંતુ એવું નથી, L&T પણ ટાટા, બિરલા અને રિલાયન્સ જેમ આપણા દેશની જ એક કંપની છે, જેણે ભારતના વિકાસ માટે ઘણું કામ કર્યું છે, તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશના સૌ પ્રથમ પરમાણુ રિએક્ટરની વાત હોય કે ન્યુક્લિયર પાવર સબમરીન INS અરિહંતના નિર્માણ ની, ભારતે L&T પર જ ભરોસો રાખ્યો છે, ત્યાં સુધી કે મંગળયાન અને ચંદ્રયાન પ્રોજેક્ટ પણ L&Tના સમર્થન વિના પૂર્ણ થઈ શક્યા ન હોત.
વર્ષ 1965માં લાર્સન એન્ડ ટુબ્રો નું સમર્પણ જોઈને ડૉક્ટર હોમી ભાભાએ તેમને પરમાણુ રિએક્ટર બનાવવા માટે સહયોગ આપવા કહ્યું, જો કે તે સમયે પરમાણુ રિએક્ટર બનાવવું એ મુશ્કેલ કામ હતું, પરંતુ દેશની જરૂરિયાતને ધ્યાનમાં લઈને L&T દ્વારા પ્રથમ પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને 70ના દાયકામાં વિક્રમ સારાભાઈએ L&T ને ISRO સાથે કામ કરવાની તક આપી હતી, અને વર્ષ 1985 સુધીમાં L&T એ ડીઆરડીઓ સાથે ડિફેન્સ ના અલગ અલગ સાધનો બનાવવાનું શરૂ કર્યું, અને આજે તે દેશ માટે ઘણા પ્રકારના વેપન્સ, મિસાઇલ સિસ્ટમ્સ, કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ્સ, એન્જિનિયરિંગ સિસ્ટમ્સ, અને સબમરીનનું નિર્માણ કરે છે.
આજે L&T 100 થી વધુ અલગ અલગ કંપનીઓ સાથે વિશ્વના 50 દેશોમાં કામ કરી રહી છે, L&T 3500 મેટ્રિક ટન જેટલા ભારે પ્રેશર વેસલ, વિશ્વના સૌથી મોટા ટર્બાઇન, લાખો ટન જેટલા ભારે બોઈલર, મોટા મોટા કમ્પ્રેસર, વિશ્વના સૌથી મોટા જનરેટર અને ઈન્વર્ટર નું પણ નિર્માણ કરે છે, એટલું જ નહિ, જ્યારે પણ તમે દરિયામાં કોઈ પણ ઓઈલ પ્લેટફોર્મ જુઓ છો, ત્યારે તેની નીચે લાગેલા મોટા મોટા પાઈપો પણ L&T જ બનાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મોટા પાઈપોનું વજન લાખો ટન હોય છે, આ સાથે આ કંપની કોમર્શિયલ પ્લેન, ક્રુઝ શિપ, હેલિકોપ્ટર, અને સિમેન્ટ જેવી વસ્તુઓનું પણ મોટા પાયે ઉત્પાદન કરી રહી છે, અને આજે L&T “અલ બતિનાહ એક્સપ્રેસવે, ઓમાન”, “મફ્રાક હાઇવે, UAE”, “અલ વકરાહ, કતર”, “KMDA ફ્લાયઓવર, કોલકાતા”, નર્મદા બ્રિજ, સ્વામી વિવેકાનંદ બ્રિજ, મંડોવી બ્રિજ જેવા ઘણા બ્રિજ નું નિર્માણ કરી ચૂકી છે, સાથે સાથે અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ, “સલાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઓમાન”, હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવા ઘણા એરપોર્ટ બનાવવામાં L&T એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, અને આ સાથે સાથે L&T એ પાવર ટ્રાન્સમિશન & ડિસ્ટ્રિબ્યુશન, L&T સ્માર્ટ વર્લ્ડ, રેલવે, જીઓસ્ટ્ર્ક્ચર માં પણ મહત્વનો રોલ અદા કર્યો છે, અને આ સાથે L&T એ રિયાધ મેટ્રો, કતર મેટ્રો, ઢાકા મેટ્રો, મુંબઈ, દિલ્હી,ચેન્નઈ, અને લખનઉમાં પણ મેટ્રોનું નિર્માણ કર્યું છે, દુનિયા ના સૌથી મોટા ગ્રીન હાઈડ્રોજન પ્રોજેકટ ની વાત કરીએ, તો તે સાઉદી અરબ માં બનાવવામાં આવી રહ્યો છે, જેમાં પણ L&T મહત્વનો ભાગ ભજવી રહી છે, અને જો આપણે પાવર પ્લાન્ટની વાત કરીએ, તો તેમાં કુંડાકુલમ એટોમિક પાવર પ્લાન્ટ, કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ, રાજસ્થાન એટોમિક પાવર પ્રોજેક્ટ, મદ્રાસ એટોમિક પાવર પ્રોજેક્ટ,”રાજપુરા થર્મલ પાવર પ્લાન્ટ, પંજાબ”, “સબિયા પાવર પ્લાન્ટ, કુવૈત”, જેવા મોટા મોટા પાવર પ્રોજેક્ટ પણ આ કંપની બનાવી ચૂકી છે.
#L&TBusinessempire #L&THistory #facts #જાણોL&T(લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ)નાઇતિહાસવિશે #જાણોL&Tનોઇતિહાસ #L&Tfact #factaboutL&T #gujaratifact #gujjufact #gujaratiknowledge #gujaratistory
Негізгі бет જાણો L&T (લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ) ના ઇતિહાસ વિશે | L&T Business empire | L&T History, gujju fact
No video
Пікірлер: 1