અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _________________
જોતું જગતમાં બોલજો રે બીજું હરિ માટે રાખજો
સમજી ને મોઢું ખોલજો રે બીજું હરિ માટે રાખજો
સવાર માં ઉઠતા તમે ગણપતિ સંભારજો
ધરતી માતા ને પગે લાગજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો.....
સમજી ને મોઢું ખોલજો.....
દાંતણ કરતાં તમે સુર્ય દેવ સમરજો
સુર્ય દેવ ને અંજલિ આપજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો.....
સમજી ને મોઢું ખોલજો.....હે
નાવણ કરતા તમે ગંગાજી સમરજો
શાલિગ્રામ ની સેવા તમે કરજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો રે બીજું......
સમજી ને મોઢું ખોલજો રે.......
સવાર સાંજ તમે મંદિરે જાજો
તુલસી નાં ક્યારા તમે રોપજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો રે......
સમજી ને મોઢું ખોલજો રે......
ઘરડાં માં બાપ ની તમે સેવાયુ કરજો
ઉરમા દયા થોડી રાખજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો રે......
સમજી ને મોઢું ખોલજો.....
આંગણિયે આવે એને આવકાર આપજો
ભુખ્યા ને ભોજન આપજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો......
સમજી ને મોઢું ખોલજો....
ભજન માં જઇને કોઈ ની નિંદા ના કરજો
પાછળ થી વાતો નાં કરજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો રે.....
સમજી ને મોઢું ખોલજો.....
ગીતાજી નાં તમે પાઠ રે કરજો
સમજી ને બીજા ને સમજાવજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો.....
સમજી ને મોઢું ખોલજો.....
દાસ પુરુષોત્તમ એમ કહે છે
એમાંથી બને એટલું કરજો રે બીજું હરિ માટે રાખજો
જોતું જગતમાં બોલજો રે બીજું હરિ માટે રાખજો
સમજી ને મોઢું ખોલજો રે બીજું હરિ માટે રાખજો
Негізгі бет જોતું જગતમાં બોલજો || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || ગણેશા કિર્તન
Пікірлер: 13