@meshwalyrical
Presenting : Jahu Maa Bavni | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
#jahumaa #bavani #lyrical
Album : Jahu Maa Bavni
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Jitu Prajapati
Genre : Gujarati Devotional Bavani
Deity : Jahu Maa
Festival : Navratri
Label : Meshwa Electronics
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
જય હો જય હો જહુ માઁ...(2)
હે..જય જહુ માઁ જોરાળી જગદંબા નો તું અવતાર
ધાયણોજની ધણીયાણી તું માઁ દુઃખડાની માઁ તુ હરનાર
હે..દરબાર ધેરમાં અવતરી રૂડું રૂપાળું જશી નામ
મુખડે તેજ તણો નહીં પાર દરબારોની વધી સાખ
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે...આવી નવલી નવ રાત ગરબે રમવા ને સૌ જાય
ધુળીયા ઢોલીના તાલમાં જશી ગરબે રમવા જાય
હે..રાત વીતી થઈ મધરાત જશી ના આવે જોને ધેર
આવી માતા પીતા કહે હાલ જશી હવે તું ઘેર
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..માત પિતાનું સાંભળ્યુ ના રમે જશી ગરબા માંય
ભક્તિમાં ભાવવિભોર થઈ ના પોતાને ધેર એ જાય
હે..માંએ જોને મેણુ માર્યુ જાઓ જશી ઢોલી સંગાથ
હવે તારુ અહીં કામ નથી લેશે ધૂળીયો તારી સંભાળ
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..સવાર થતા ઢોલી ચાલ્યો પાછળ જશી હાલી જાય
થોડે દુર થઈ ધુળીયો બોલ્યો ઉભી રેજે તું તો ત્યાંય
હે..મેણાની મારી હું આવી હવે હું નહીં પાછી કરું
આ આંબલીયે બેસણા કરું નામ તારું અમર કરું
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..એમ કહી અદ્રશ્ય થયા જહુ નામનો ટંકાર થાય
નાનુ અહીં ડેરું બનાવજે જગમાં જહુનો મહિમા ગવાય
હે..ધાયણોજના શીવ મંદિરે શ્વાન જોને મરી જાય
ધુળીયા ઢોલી ને લેવા માટે સેવકો એના ધેર જાય
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..ધુળીયો જોને ધેર નથી જહુ ડોશી સ્વરૂપે આવે
હાલતા થાવ હું પાછળ આવું કહી માજી ચાલવા લાગે
હે..શિવ મંદિરે આવ્યા માજી શ્વાનને લાકડી અડાળે ત્યાં
લાકડી અડતા શ્વાન દોડે પુજારી અચરજ પામે ત્યાં
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે મારી જહુએ પરચો પુર્યો પાણી ઉપર ચાલવા માંડે
આંબલીમાં અદ્રશ્ય થયા મુખેથી માડી વચન બોલે
હે.વાજતે ગાજતે બેસણા કરજો જગતમાં નામ અમર કરું
ધાયણોજ ધુળીયા ઢોલીની જહુમાઁ નામ જાહેર કરું
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..ધાયણોજ ધામ માં પુજાય માઁ જહું ઝોંપડી નામ રૂડુ
લાકડીવાળી માતા મોટી જહુમાઁ નું નામ રટું
હે..નસીબ સૌના બદલતી અંતર આશા પુરી કરતી
સુખડા સૌને આપતી માડી દુઃખડા સૌના હરી લેતી
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..વગડામાં વગાડાવ્યા ઢોલ પુરે માડી સૌના કોડ
જહુમાઁ પરચાળી દેવી રાખે ના માઁ કોઈ ખોટ
હે..ભક્તિથી માઁ ભેળે રેતી આશા માડી પુરી કરતી
દીવડો જ્યાં જહુનો થાતો લીલી વાડી ત્યાં ખીલતી
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..ઉંચા મંદિર જહુ માતના વાદળથી એ વાતું કરે
લાલ ધજાયું ફરકે આભે જયનાદ માંનો ગુંજ્યા કરે
હે..સતનો દિવડો ઝળહળતો માઁ ધાયણોજ ગામે વસનારી
ધુળીયા ઢોલીની માતા દયાળી જગ આખામાં પુજાણી
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..જહુમાઁ જોરાળી દેવી ધાયણોજ ગામે પ્રગટાણી
જગદંબા માઁ અવતારી તું યુગે યુગે ગવાણી
હે..જીવન નૈયા માઁ તારજો આશરો તારો મને એક
દર્શન તારા કરું હું નિત રાખુ માડી મનડે ટેક
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..જહુના દર્શન કરતા દુઃખડા જોને દૂર થાતા
જહુમાઁ ચરણે આવતા સપના સૌના પુરા થાતા
હે..જહુ નો જ્યાં દિવડો બળતો ઉજળો દાડો એનો થાતો
માઁ જહુ ની કૃપા મળતી આનંદનો ત્યાં વાયરો વાતો
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ
હે..મેશ્વા કહે માડી આવજો કંકુ પગલે મારે ધેર
તારા નામના ગુણલા ગાઉ થાયે માડી લીલા લેર
હે..જહુમાઁ દયા કરજો સતની જ્યોત ઝળહળ થાય
રાજેશ મહીમા પ્રેમે ગાવે આનંદ મંગલ સઘળે થાય
માઁ..હો..માઁ
જય હો જય હો જહુ માઁ...(2)
બોલો શ્રી જહુ માત ની જય
Негізгі бет Музыка Jahu Maa Bavni | Ruchita Prajapati | Lyrical | જહું માઁ બાવની |
Пікірлер: 4