રાગ) અરર મેરી જાન હે રાધા
જુલો ને મારા કૃષ્ણ કનૈયા
નંદ જશોદા ના છૈયા
ઝૂલો મેં તો બાંધ્યો મારા શામળા
જુલો મેં તો બાંધ્યો છે કદમની ડાળ
ગોકુળીયા ગામમાં ને યમુના ને પાળ
રાધા ને કાનજી બિરાજે છે જોને સાથ
ઝૂલો ઝુલાવે તમને વ્રજ કેરી નાર
જુલો ને મારા કૃષ્ણ કનૈયા....
કંઠમાં શોભે છે વૈજતી માળા
મોર પીંછા નો મુંગટ માથે સોહાય
પીળા પીતાંબર ને કેડે કંદોરા સોહાયે
રાધા શ્યામ નું યુગલ સ્વરૂપ છે
શોભા નો નહીં પાર
જુલો ને મારા કૃષ્ણ કનૈયા....
આવી છે હરખે વાલા ગોકુળીયા ની નાર
લાવી છે સાથે માખણ મહી માટ
પ્રેમથી જમાડે વાલા પોતાના હાથે
હોસે હોસે જમે જોને રાધાજીના શ્યામ
જુલો ને મારા કૃષ્ણ કનૈયા...
હીર નો હિંડોળો ને રેશમની ડોર
ઘુઘરી રણકે વાલા બોલે કોયલ મોર
અષાઢ શ્રાવણ નો ભક્તો હિંડોળો ગાય
ભાવ જોઈ સખીઓ વાલો મનમાં હરખાય
જુલો ને મારા કૃષ્ણ કનૈયા...
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Негізгі бет 🌹જુલો ને મારા કૃષ્ણ કનૈયા 🌹 (લખેલું છે)દક્ષાબેન
Пікірлер: 19