અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો
________________ કિર્તન ____________________
કિચુડ કિચુડ મારો હિંડોળો હાલે કાન આવીને મારે હિંડોળે ઝુલે
હીચકે બેસીને વાલો મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝૂલે છે
દરજીને તેડાવી મેં તો વાઘા સીવડાવ્યા
વાઘામાં નવરંગી હિરલા ટંકાવ્યા
વાઘા પહેરીને વાલો મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝૂલે
કિચુડ કેચોડ મારો હિંડોળો હાલે......હે
મણિયારો તેડાવી મેતો મુગટ બનાવ્યો
મુગટ બનાવી એમાં મોરપીંછ લગાવ્યા
મુગટ પહેરીને વાલો મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝુલે
કેચુડ કિચુડ મારો હિંડોળો હાલે......
ફુલડા વીણીને મે તો માળા બનાવી
માળા બનાવી એમાં મેળા ટંકાવ્યા
માળા પહેરીને વાલો મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝુલે
કિચુડ કિચુડ મારો હિંડોળો હાલે.....
મહિડા વલોવી મેં તો માખણ બનાવ્યું
માખણ બનાવી એમાં મિસરી મિલાવી
માખણ ખાઈને વાલો મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝૂલે
કીચુડ કીચડ મારો હિંડોળો હાલે.....
સખીઓ બોલાવી મેતો હિંડોળો સજાવ્યો
હૈયાના હેતથી કાનાને ઝુલાવ્યા
ઝૂલે ઝૂલીને કાન મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝૂલે
કિચુડ કીચુડ મારો હિંડોળો હાલે.....
મેં તો મારે આંગણે વૈષ્ણવ તેડાવ્યા
વૈષ્ણવો આવ્યા અને કાનાને ઝુલાવ્યા
ભક્તા મંડળ ભાવથી આરતી કરે કાન આવીને મારે હિંડોળે ઝુલા
કીચુડ કીચુડ મારો હિંડોળો હાલે કાન આવીને મારે હિંડોળે ઝૂલે
હિચકે બેસીને વાલો મીઠું મલકે કાન આવીને મારે હિંડોળે ઝૂલે
Негізгі бет કીચુડ કીચુડ મારો હાલે || હિંડોળા નું કિર્તન લખેલું છે || કષ્ટભંજન કિર્તન
Пікірлер: 18