તો રાધા પૂછે કાનને
અન પ્રભુ કયા તમારો અવાજ
તુલસી પાને પીપળે વ્હાલા ભક્તો હૃદયથી પાસ
તો દુનિયામાંથી ક્યાય ક્યાય અન ક્યા બિરાજે રણછોડ
પણ તારા ભક્તોની બેડલી તારવા હે તારવા સદા સન્મુખ રહેજો શામળા
હે કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા .....
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદ (૨)
શેઠ મારો શામળિયોને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા.....
સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો
માધવ તારી મેડીયુ માં બોલે ઝીણાં મોર રણછોડ રંગીલા.....
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
ધજા બાવન ગજની ફરકે એને જોઈ હૈયું હરખે
સામે બેઠા શામળિયાને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા.....
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી ને સાકર
સોના રૂપા ના ઢોલિયાને દીવડાં જાકમ જોળ રણછોડ રંગીલા....
વાલો મધુરી મોરલી વગાડે રાસ રસિયો રાસ રમાડે
ઝરમર વરસે મેહુલિયો ને વાદળીયુંઘનઘોર રણછોડ રંગીલા....
કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા (૨)
Негізгі бет કાળા કાળા કાનજી ને રૂપાળા ઘનશ્યામ રાધે ગોવિંદા - Kala Kala Kanji Ne Rupala Ghanshyam - Radhe Govinda
Пікірлер: 39