કેવી રીતે ન્યુઝીલેન્ડ ઘેટાંનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે? | Sheep farming in Newzealand
કેવી રીતે ન્યુઝીલેન્ડ ઘેટાંનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યું છે?, અને શું તમે જાણો છો કે ઘેટાં ઉછેરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, આજે આપણે ન્યુઝીલેન્ડના આવા જ એક ફાર્મ વિશે વાત કરીશું, કે જ્યાં લાખો ઘેટાં નું પાલણ પોષણ કરવામાં આવે છે, આ એટલું મોટું ફાર્મ છે, કે હાલમાં 2000 થી વધુ કર્મચારીઓ આ ફાર્મમાં કામ કરે છે, જેનું કામ ઘેટાંની સંભાળ રાખવાથી લઈને દૂધ કાઢવા અને અન્ય વસ્તુઓ તૈયાર કરવાનું છે.
ન્યુઝીલેન્ડના આ ફાર્મમાં ઘેટાંના રહેવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, અહીં એક વર્ષમાં લગભગ 500 બચ્ચાંનો જન્મ થાય છે, ઘેટાંનો ગર્ભકાળ 152 દિવસનો હોય છે, ઘેટાંના બચ્ચાને ગાડરું કહેવામાં આવે છે, જન્મ પછી નવજાત ગાડરિયા નું વજન 25 થી 40 કિલોગ્રામ સુધીનું હોય છે, અને તમને જાણીને નવાઇ લાગશે કે ઘેટાં નું બચ્ચું પેદા થયા પછી 2 થી 3 દિવસમાં જ ચાલવા લાગે છે, બચ્ચાંના જન્મ પછી બચ્ચાં જ્યાં સુધી મોટા ન થયા ત્યાં સુધી તેને તેની મા સાથે જ રાખવામા આવે છે, નવજાત ગાડરિયાનો મુખ્ય ખોરાક માતાનું દૂધ જ હોય છે.
જ્યાં સુધી નવજાત ગાડરું દૂધ આપવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી તેની સારી રીતે સંભાળ રાખવામા આવે છે, જ્યારે ઘેટાંને નવા ફાર્મમાં રાખવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા તેની તપાસ કરવામાં આવે છે, ત્યારબાદ તમામ પ્રક્રિયા કરવામાં આવે છે, ઘેટાંને દૂધ આપી શકે તેની તાલીમ પણ આપવામાં આવે છે, અહીં ફાર્મમાં એક ઘેટું દિવસમાં 5 થી 6 લિટર દૂધ આપે છે, સામાન્ય રીતે એક ઘેટું દિવસમાં બે વખત દૂધ આપે છે, પરંતુ અહીં ઘેટાંનું દૂધ કાઢવા માટે એક ખાસ પ્રકારની મિલ્કિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, આ ફાર્મમાં મશીનની મદદથી ત્રણ વખત ઘેટાંનું દૂધ કાઢવામાં આવે છે, દૂધ કાઢવા માટે ઘેટાં ને એક એક કરીને ફાર્મના મિલ્ક પ્રોસેસિંગ એરિયામાં લાવવામાં આવે છે, ત્યારબાદ પબની મદદથી દૂધ કાઢીને મશીનમાં સ્ટોર કરવામાં આવે છે, અહીં લગભગ 3 લાખ લિટર ઘેટાં ના દૂધ નું ઉત્પાદન કરવામાં આવે છે, અહિયાં તમને જણાવી દઈએ કે એક લિટર ઘેટાના દૂધની કિમ્મત લગભગ 120 થી 150 રૂપિયા હોય છે, ઘેટાંની મિલકિંગ ટેક્નોલૉજી નું કામ પૂર્ણ થઈ ગયા પછી ઘેટાંને બહાર છોડી દેવામાં આવે છે, ત્યારબાદ ઘેટાંના દૂધમાંથી અહીં અલગ અલગ પ્રકારના ડેરી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે.
જ્યારે ઘેટાંની ઉંમર વધી જાય ત્યારે તેમને કતલખાનામાં મોકલી દેવામાં આવે છે, અને તેને મારીને તેના માંસને અલગ કરવામાં આવે છે, અને તે સિવાય ઘેટાંનું ચામડું જે રેસાના સ્વરૂપમાં હોય છે, અહી બધા ઘેટાંના રેસા કાપીને એકસાથે ભેગા કરવામાં આવે છે, આ બધા રેસા મશીનમાં નાખીને અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે, જેમાંથી એક બાજુથી ગંદુ પાણી નીકળે છે અને બીજી બાજુથી નરમ રેસા નીકળે છે, આ રેસા નો એક બંચ તૈયાર કરવામાં આવે છે, આ બંચોને એક મશીનમાં નાખવામાં આવે છે, જ્યાં રેસામાંથી ઉન તૈયાર થાય છે, એક રિપોર્ટ અનુસાર અહી દર વર્ષે 2.5 મિલિયન ટન ઘેટાના ઉનનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાંથી ઊનની સાથે સાથે ચાદર, ઓશીકા, ગાદલાં જેવી ઘણી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે.
ત્યારબાદ ઘેટાંના જરૂરિયાત મુજબના અંગો ના હિસાબે તેનું માંસ પેક કરીને માર્કેટમાં મોકલવામાં આવે છે, ઘેટાંના માંસના ભાવની વાત કરીએ તો 500 થી 3000 રૂપિયે કિલોના ભાવથી વેચાય છે.
#sheepfarming #sheep #sheepmarket #sheepgoatfarming #sheepvlog #sheepfacts #interestingfact #amazingfacts #theworldfact #countryfact #sheepfarmingnewzealand #sheepfarm #sheepbiggestfarming #millionsofsheepfarming #exportmillionsofsheep #exportsheep
Негізгі бет કેવી રીતે ન્યુઝીલેન્ડ ઘેટાંનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે? | Sheep farming in Newzealand
No video
Пікірлер: 1