અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_______________ કિર્તન _________________
કયો ને મારા રામ કયો ને મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
ધરતી માતા એ જનમ દીધો
જનક રાજા એ તેડી લીધા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ કયો ને મારા રામ....
પાળી પોષી ને મોટા રે કર્યા
હે રાણી માં એ દુધડા પાયા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
જનક રાજા એ સ્વયંમવર રચ્યો
હે રામ હારે વિવાહ કર્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
સુના લાગે છે અયોધ્યા ના રાજ હવે
હે સુની લાગે હવેલી મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
ત્રણ ત્રણ સાસુ ના અમે વવારૂ
હે દશરથ જેવા સસરા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ.......
ભરત શત્રુઘ્ન દેર અમારા
હે લક્ષ્મણ વીરલા હોય મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
ત્રણ ત્રણ દેરે રથમાં બેસાડીયા
હે રૂષીમુની ના આશ્રમ આવ્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
બબ્બે બાળક ને જન્મ દીધા
હે લવ કુશ નામ રાખ્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ......
અયોધ્યા હતા ત્યારે સોના ના પારણીયા
હે વડની વડવાઈએ હિંચો મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ.......
અયોધ્યામાં હતા ત્યારે સોના ના રમકડા
હે મેના પોપટે માણ્યા મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ કયો ને મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ
Негізгі бет કયો ને મારા રામ કયા કારણીયે વન મેલ્યા મારા રામ || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
Пікірлер: 155