અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન _______________
કયો ને મારાં રામ ક્યો ને મારાં રામ કયા કારણ એ વન મેલા મારા રામ
ધરતી માતાએ જન્મ દીધો
જનક રાજાએ તેડી લીધા મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
કયો ને મારા રામ ક્યોને મારા રામ....
પાળી પોસીને મોટેરા કર્યા
હે રાણીમાએ દુધડા પાયા મારા કયા કારણે વન મેલ્યા મારા રામ
જનક રાજાએ સ્વયંવર રસીયો
હે રામ હારે વિવાહ થયા મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
કહો ને મારા રામ....હે
સુના લાગે છે અયોધ્યા ના રાજ હવે
સુની લાગે છે હવેલી મારા રામ કયા કારણિયા વન મેલ્યા મારા રામ
ત્રણે ત્રણ સાસુના અમે વવારૂ
દશરથ જેવા સસરા મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
ભરત શત્રુઘણ દેર અમારા
હે લક્ષ્મણ વીરલા હોય મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
ત્રણ ત્રણ દેરે રથમા બેસાડ્યા
ઋષિમુનિના આશ્રમ આવ્યા મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
બબ્બે બાળકને જન્મ દીધા
એ લવ કુશ નામ રાખ્યા મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
અયોધ્યા હતા ત્યારે સોનાના પારણીયા
વડની વડવાઈએ હિસ્સો મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
અયોધ્યા માં હતા ત્યારે સોનાના રમકડા
હવે મેના પોપટ્એ માણો મારા રામ કયા કારણે મેલ્યા મારા રામ
કયોને મારા રામ ક્યોને મારા રામ કયા કારણે વન મેલ્યા મારા રામ
Негізгі бет કયો ને મારાં રામ ક્યાં કારણીયે વન મેલ્યા મારા રામ || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા
Пікірлер: 8