લઘર વઘર જેની પોતડી રે
નામ છે સુદામાય મારાવાલા
સુદામાના પત્નિ એમ બોલિયા રે
મિત્ર ને મળવા જાવ મારાવાલા
દેહ હતો એનો દૂબળો રે
અંગે નથી વસ્તર મારાવાલા
પગે નથી પગરખા રે
કેમ કરી મળવા જવાઈ મારાવાલા
તાંદુલ ની લીધી એણે પોટલી રે
સુદામા વાળે એની ગાંઠ મારાવાલા
ત્યાંથી સુદામા ચાલિયા રે
આવ્યા દ્વારકા મોજળ મારાવાલા
દ્વારિકા ના દ્વારે જઈ પૂછીયું રે
કોના નગર કોના રાજ મારાવાલા
આ છે દ્વારકા નગરી રે
રાજ કરે રણછોડ મારાવાલા
જઈ ને કૃષ્ણ ને વાત કરો રે
મિત્ર મળવા આવ્યા મારાવાલા
નામ સાંભળી ને વાલો દોડિયા રે
ભેટી પડ્યા ભગવાન મારાવાલા
સોના હિંડોળે બેસાડીયા રે
રૂક્ષ્મણી ઢોળે વાસ મારાવાલા
ત્રાંબા ના ત્રાસ મંગાવિયા રે
પ્રભુ પખાળે એના પાવ ને રે
રૂક્ષ્મણી રેડે નીર મારાવાલા
પાસે બેસી ને પ્રભુ એ પુછીયું રે
ભાભી એ શુ આપી ભેટ મારાવાલા
તાંદુલ નિ કાઢી એણે પોટલી રે
તાંદુલ આરોગો દીનાનાથ મારાવાલા
રૂક્ષ્મણીજી દોડતા આવિયા રે
અમને આપો ને પરસાદ મારાવાલા
પેલી મુઠી પ્રભુ આરોગતા રે
આપી દીધા કંચન મેલ મારાવાલે
બીજી મુઠી પ્રભુ આરોગતા રે
આપી દીધા ધન ને માલ મારા વાલે
ત્રીજી મુઠી પ્રભુ આરોગતા રે
રૂક્ષ્મણી એ જાલ્યો હાથ મારા વાલા
રૂક્ષ્મણીજી એમ જ બોલિયા રે
બસ કરો ને દીનાનાથ મારા વાલા
ગરમ પાણી એ નવરવિયા રે
નવા પેહરવ્યા વસ્તર મારા વાલા
મહિનો દીવસ રોકાઈ ગયા રે
સુદામા મન માં મુંજાય મારા વાલા
બત્રીસ ભોજન ધરાવિયા રે
ઘેરે છોકરા ભૂખ્યા ટળ વળે રે
મારા થી કેમ જમાઈ મારા વાલા
હરખ ના આંસુ એને આવીયા રે
શેનો દેશું જવાબ મારા વાલા
ત્યાંથી સુદામા ચાલિયા રે
આવ્યા પોરબંદર મોજાળ મારા વાલા
સુદામા ના પત્નિ સામા દોડીયા રે
કંચન મેલ મારે ક્યાં હતા રે
દીધા દ્વારકા ના નાથે મારા વાલા
દ્વારકા નો નાથ દુઃખ ભાંગશે રે
ભક્તો નિ ભાંગે ભીડ મારા વાલા
ગાયે શીખે શુણે સાંભળે રે
એનો હોજો વ્રજ મા વાસ મારા વાલા
નો ગાય ને નિંદા કરે રે
એનો ગયો એણે અવતાર મારા વાલા
લઘર વઘર જેની પોતડી રે..........
Негізгі бет કૃષ્ણ સુદામા નું મિલન કિર્તન કૈલાસ બેન જોષી
Пікірлер: 29