ll મોહન ખાવા બેઠા છે મીઠી શેરડી રે લોલ...ll shree Chamunda Mataji Satsang Mandala Ishwariya ll
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે
સોયો બેઠો મારા પ્રભુજીને હાથ, મોહન.....
રાણી રુક્ષ્મણી પાટો દેવા દોડીયા રે
પાટો શોધતા લાગી વાર, મોહન.....
બેની દ્રોપદીએ મોંઘા શિર ફાડ્યા રે
પાટા બાંધ્યા મારા પ્રભુજીને હાથ, મોહન....
પ્રભુએ પાટાના તાગ મનમાં ગણ્યા રે
તાજ નવસો નવ્વાણું થાય, મોહન....
રાણી રુક્ષ્મણી પાટો ગોતી આવ્યા રે
પાટા દીધા મારા પ્રભુજીના હાથ, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન.....
બેની દ્રોપદીને પાંડવ ઘેર પરણાવ્યા રે
એના પાંચાલી રાખ્યા છે નામ, મોહન.....
પાંડવ ગૌરવ જુગાર રમ્યા રે
પાંડવ હાર્યા છે રાજને પાઠ, મોહન....
પાંડવ હાર્યા હાથીને ઘોડલા રે
પાંડવ હાર્યા છે દ્રોપદી નાર, મોહન....
પાપી દુશાસન ભરી સભામાં લાવ્યા રે
ભરી સભામાં લુટી છે લાજ, મોહન....
વીરા લાજુ લુટાણી મારી લોકમાં રે
મોહન મારા માડી ના જાયા વીર, મોહન.....
પ્રભુ રાણી સંગાથ રમે ચોગઠે રે
ત્યાંતો સાંભળ્યો છે બેની બાનો સાદ, મોહન....
પ્રભુ બાજી ફેંકીને ઊભા થઈ ગયા રે
એને ગરુડ કર્યા છે તૈયાર, મોહન.....
રાણી તમને વાલા તમારા શીર હતા રે
રાણી અમને વાલા અમારા બેન, મોહન....
પ્રભુ પલમાં હસ્તિનાપુર પહોંચ્યા રે
એણે નવસો નવ્વાણું શીર પુરીયા, મોહન...
જેવી દ્રોપદીની લાજુ તમે રાખ્યું રે
એવી સૌ ભક્તોની રાખજો લાજ,મોહન....
મોહન ખાવા બેઠા છે મધુર શેરડી રે....
આવાજ અવનવા ભજન કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ ને લાઇક, સબસ્ક્રાઈબ તેમજ શેર કરવા નમ્ર અપીલ. ll
swaminarayan Bhajan kirtan ll swaminarayan Bhajan ll swaminarayan kataha satsang ll swaminarayan satsang gujrati ll sur mandir Krishna bhajan ll chamunda maa na bhajan ll vasudev Maharaj satsang ll Gujrati mahila mandal bhajan ll Gujrati satsang mandal ll Krishna bhajan ll Krishna bhajan official ll new bhajan mahila mandal ll satsang mandal na geet ll kanudana satsang ll Gujrati kirtan mandal ll ram nam dhun lagi Aaj satsang ma maro man lagiyo ll sakhi mandal na bhajan ll new bhajan mahila mandal ll janmashtami bhajan gujrati ll
ll અમારી ચેનલ દ્વારા અમે આપ સહુ ને ભજન કીર્તન દ્વારા ભક્તિ માં ભાવ વિભોર કરવા માટે આતુર છીએ તો આપ અમારી ચેનલ ને સપોર્ટ કરો અને શેર કરો તેમજ સબસ્ક્રાઈબ કરો તેવી નમ્ર વિનંતી ll
#harharmahadev #chamunda_maa #satsang #satsang_bhajan #satsangi #sanatandharma #hindu #hindutva #shreeram #shreekrishna #ram #krishna #radheradhe #viral #world #india
Негізгі бет ll મોહન ખાવા બેઠા છે મીઠી શેરડી રે લોલ...ll shree Chamunda Mataji Satsang Mandala Ishwariya ll
Пікірлер: 62