આવા ભજન ધૂન સંતવાણી કીર્તન માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો..અને 🔔બેલ આઈકોન પર ક્લિક કરો જેથી બધા વિડિયો જોઈ શકો...ને વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો....જય નારાયણ જય માતાજી...
#kirtan#bhajankirtan#mahadevkirtan #kirtanmandali#gujratikirtan#ramkirtan #krishnakirtan#gujratikirtan#kanudo#dhun #bhajan#tabla#studio
હરિ હાંકજો રે હરિ હાંકજો રે
મારા જીવનની ગાડી હરિ હાંકજો રે.......
ધોંસરિ જોડાવી મેં તો ગીતા જ્ઞાન ની,
પૈડાં ચડાવ્યા ધરમ ધ્યાનના રે
મારા જીવનની ગાડી...
બળદ જોડ્યા છે મેં તો બળ ને બુદ્ધિના,
જોતર વળાવ્યા મારા પ્રેમના રે...
મારા જીવનની ગાડી..
ખેડૂત ગોત્યો છે મેં તો નંદનો લાડકડો,
રાશ આપી હરિના હાથમાં રે...
મારા જીવનની ગાડી...
જોતરીયે રામ બેઠા પડખે ઘનશ્યામ બેઠા,
વચમાં બેઠા છે રૂડાં રાધિકા રે...
મારા જીવનની ગાડી...
વરસાદ વરસાવ્યો મેં તો વૈકુંઠ ધામમાં,
બીયા વવરાવ્યા રામ નામના રે...
મારા જીવનની ગાડી...
ટોયો બેસાડ્યો મેં તો નારાયણ નામનો,
ગોફણ આપી ગુરુના હાથમાં રે...
મારા જીવનની ગાડી...
ગોફણ મારી ગુરુએ અજ્ઞાન ભગાડ્યા,
મોહ રૂપી પંખીડા ઉડાડીયા રે...
મારા જીવનની ગાડી...
લોભ મોહ ભાગીયા ને ગાડું હંકારીયું,
ગાડું ઉભું છે વૈકુંઠ ધામમાં રે...
મારા જીવનની ગાડી...
Негізгі бет મારા જીવન નું ગાડું હરિ હાંકજો રે.... (mara jivan nu gadu hari hakjo re) શબ્દો 👇👇👇
Пікірлер: 2