.....કીર્તન ......
સોળ વરસના મીરાબાઈ થયા
આવ્યા છે કાઈ સસરા ને ઘેર રે
તાળી પાડી હરી ના નામની
તાંબાના બેડા લીધા હાથમાં
મીરા કાઈ જળ ભરવા જાય રે તાળી પાડી......
માર્ગમાં મીરા નેં સાધુ મળ્યા
મીરા અમને ઉતારા દેવરાવો રે તાળી પાડી.......
સાસુજી આપે છે અમને દુઃખડા
નથી મારે રેવાના ઠેકાણા રે તાળી પાડી.....
જેઠાણી કાંઈ અવળા સવળા બોલે
નંણદલ મારી કાઢે અવળા વેણ રે તાળી પાડી.....
દિવામા દિવેલ અમને નો આપે
આપે છે કાંઈ એક ટંકનું ભાણું રે તાળી પાડી....
અડધું ભોજન મીરાબાઈ જમે
અડધું ભોજન ગાયો ને ગિરધારી રે તાળી પાડી.....
સોળ વર્ષના મીરાબાઈ થયા
લાગ્યો ને ભક્તિ કેરો રંગ રે તાળી પાડી....
મધરાતે આરાધના મીરા કરે
પંડ્યા છે કાઈ ઓરડામાં પ્રકાશ રે તાળી પાડી .....
ઝબકીને જેઠાણી એનાં જાંગીયા
મીરા ના ઘરમાં પારકો પુરુષ રે તાળી પાડી.....
જાગોને રાણા ને જાગો રાજીયા
મીરા ના ઘરમાં પારકો પુરુષ રે તાળી પાડી.....
જાગ્યા રે રાણા ને જાગ્યા રાજીયા
હથિયાર લીધા રાણાજી એ હાથ રે તાળી પાડી.....
કમાડ ઉઘાડો મીરા ભગતડી
તમારા ઘરમાં પારકો પુરુષ રે તાળી પાડી.....
અમર ઓઢી મીરા એ ઓઢણી
ઉઘાડ્યાં કાઈ જોડ્યા કમાડ રે તાળી પાડી.....
દૃષ્ટિને દર્શન વાલોં નો આપે
વાલો મારો અદ્રશ્ય થઇ જાય રે તાળી પાડી.....
ભોઠા રે પડ્યાં ને રાણા ભાગ્યા
મીરા અમને ભક્તિ બતાવો રે તાળી પાડી.....
ગુરુના પ્રતાપે મીરા બોલ્યા
સાધુ મારા અમરાપુરી માલે રે તાળી પાડી.....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Негізгі бет મીરાંબાઈ ભક્તિ નું કીર્તન || સોળ વરસના મીરાંબાઈ થયા || gurukrupa kirtan || કીર્તન નીચે લખેલ છે 👇👇👇
Пікірлер: 4