આ કિર્તન નાં શબ્દો કૃષ્ણ મંડળ કાજલ બેન રસીલા બેન એ અમને આપ્યાં છે અમે આખો પરિવાર એમનો ખુબ ખુબ આભારી છીએ...💐💐💐🙏🙏🙏
કિર્તન -
માતા પિતા ને તમે પૂજજો રે ઈ તો પૃથ્વીના દેવ છે...
ગોકુળ માં જાઓ કે મથુરા માં જાઓ
જાઓ કેદારનાથ કાશી રે ઈ તો પૃથ્વી નાં દેવ છે...
માતા પિતા ને પૂજ્યા નહિ તો
ક્યાંથી મળે અવિનાશી રે ઈ તો પૃથ્વી નાં દેવ છે...
લાખો કમાવો કે કરોડો કમાવો
બંગલા બનાવો તમે ન્યારા રે એ તો પૃથ્વીના દેવ છે...
માતા-પિતાને પાળ્યા નહીં તો
છતે દીવે અંધારા રે એ તો પૃથ્વીના દેવ છે...
જન્મ આપીને માતા પિતાએ
ખૂબ તને લાડ લડાવ્યા રે એ તો પૃથ્વીના દેવ છે...
દુઃખ વેઠીને તમને મોટા રે કરીયા
ભૂલશો નહીં એના લાડ ને રે એ તો પૃથ્વીના દેવ છે...
ગઢપણની એની વસમી વેળાએ
કરજો મા બાપની સેવા રે એ તો પૃથ્વીના દેવ છે...
લાખો આશીર્વાદ એમના રે લેજો
મળશે મીઠા મેવા રે એ તો પૃથ્વીના દેવ છે...
પ્રભુને પામવાની સીડી માં બાપ છે
એના દિલડા કદી ન દુભવશો રે તો પૃથ્વીના દેવ છે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет માતા પિતાને તમે પૂજજો રે ઈ તો પૃથ્વી નાં દેવ છે - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 149