Inspirer : P. P. Sadguru Swami Shree Nityaswarupdasji
Singer : Chorus
Music : Ravi Vyas
Recording : Vyas Brothers Studio - Rajkot
Video Editing : Kevin Vasani
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
મુક્તિ તણો પથિક હું બની મુક્ત સેવું,
દેજો સદા હરિ તમે વરદાન એવું;
મુક્તોની સંગ વિહરું હું અકામ ભાવે,
એ મુક્તરાજ હરિ ધામ સહજ સિધાવે...॥૧॥
‘હું મુક્ત છું’ વચન આ ન ભૂલાય કેદી,
દેહાભિમાન ટળશે ભવ ભાર તેદી;
સંસારમાં રહું સદા હું અલીપ્ત ભાવે,
એ મુક્તરાજ હરિ ધામ સહજ સિધાવે...॥૨॥
દાસત્વ ભાવથી ભજું તમને હરિ હું,
લૌકિક સકળ જગતને મિથ્યા કરી હું;
સેવા કરું હ્રદયથી તુજ નિત્ય ભાવે,
એ મુક્તરાજ હરિ ધામ સહજ સિધાવે...॥૩॥
હૈયે લગાવી મુજને પ્રભુ ! ચાંપી લેજે,
તારો બની રહું સદા વર આપી દેજે;
વિષયોથી મુક્ત હું બનું વૈરાગ્ય ભાવે,
એ મુક્તરાજ હરિ ધામ સહજ સિધાવે...॥૪॥
છે મુક્ત પંચક તણો બસ સાર એક,
હું મુક્ત, મુક્ત, મહામુક્ત છું આ જ ટેક;
જે પ્રેમથી અમૃત પંચક નિત્ય ગાવે,
એ મુક્તરાજ હરિ ધામ સહજ સિધાવે...॥૫॥
Location : www.google.co.in/maps/place/S...
સરધાર મૂર્તિ પ્રતિષ્ઠાના અલૌકિક દર્શન.. || Sardhar Murti Pratishtha Mahotsav 2021
• સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા...
HIGHLIGHT || Sardhar Mandir Murti Pratishtha Mahotsav 2021 || Swami Nityaswarupdasji • HIGHLIGHT || Sardhar M...
महातीर्थ सरधार दर्शन | Swami Nityaswarupdasji | Tirthdham Sardhar Darshan Film | સરધાર દર્શન • महातीर्थ सरधार दर्शन |...
Stay Connected with us.
Website : sardhardham.org/
Facebook : facebook.com/SardharDham/...
KZitem : / @sardharkatha
Instagram : / tirthdhamsardhar_official
Mobile : +919099999648
Негізгі бет Mukt Panchak Kirtan | Swami Nityaswarupdasji | Sardhardham | મુક્ત પંચક કીર્તન-2023
Пікірлер