નો જોવાનું જોયું રે 🥺 હળહળ તો કળિયુગ આવ્યો #ભક્તિમાંલીલાલેરછે (નીચે લખેલું છે) કળિયુગ નું ભજન
other👇 channel link
_____________
/ @rajnivoicegujarati
નો જોવાનું જોયું રે...
હળહળ તો કળિયુગ આવ્યો
સપને નો જોયું રે...
હળ હળ તો કળિયુગ આવ્યો
વેવારો તો ઓછા થયા
સબંધો તો તૂટી ગયા
મન થઈ ગયા થોડા રે..
હળ હળ તો કળિયુગ આવ્યો
માનને સન્માન ગયા
વડીલોના માન ગયા
ઘરડાઘર આવ્યા રે...
હળ હળ તો કળિયુગ આવ્યો
લાકડાને છાણાં ગયા
ચુલાની તો રસોઈ ગઈ
ગેસની રસોઈ આઈવી રે..
હળ હળ તો કળિયુગ આવ્યો
ગાયોને બળદિયા ગયા
બોઘરડા ના દૂધ ગયા
કોથળી એ દૂધ આવ્યા રે..
હળ હળ તો કળિયુગ આવ્યો
કેરોસીન ના દિવા ગયા
ફાનસના તો એંધણ નઈ
દોરડે દીવા આવ્યા રે...
હળ હળ તો કળિયુગ આવ્યો
સીધા સાદા પ્રસંગ ગયા.
દેશી ઘી ના ખાણા ગયા
પરપંચો બહુ વઈધા રે
હળ હળ તો કળિયુગ આવ્યો
સારથ આ તો ઉભા રહ્યા
પગત ના એંધાણ ગઈ
હાલતા ચાલતા ખાણા રે
હળ હળ તો કળિયુગ આવ્યો
પાનેતરના માન ગયા
ચુંદડી ને મોડીયા ગયા
ભાડેના લુગડે લગન રે
હળ હળ તો કળિયુગ આવ્યો
માથે તો ઓઢવાના ગયા
આગળના તો છેડા ગયા
એ લાજ મેલી નેવે રે
હળ હળ તો કળિયુગ આવ્યો
કપડા આછા ટૂંકા થયા
વાળ તો વળી હાવ ટૂંકા
એ મર્યાદાઓ મેલી રે
હળ હળ તો કળિયુગ આવ્યો
દીકરા ને દીકરીઓ જોવે
એક જ ડ્રેસમાં ફરતા જોવે
આંખો ખોલી જુવે રે
હળ હળ તો કળિયુગ આવ્યો
ભારત દેશ લજાવ્યો રે
હળ હળ તો કળિયુગ આવ્યો
પાઘડીને પણિયા ગયા
ઝભ્ભા ને વળી લેંઘા ગયા
એ પેન્ટ ટીશર્ટ આવ્યા રે
હળ હળ તો કળિયુગ આવ્યો
નીતિને ધરમ ગયા
શાસ્ત્રને પુરાણ ગયા
દિલમાં નથી દયા રે
હળ હળ તો કળિયુગ આવ્યો
જગમાં મહા મારી દેખી
કોરોના બીમારી દેખી
જગમાં હાહાકાર થયો રે
હળ હળ તો કળિયુગ આવ્યો
હજી સમય સમજી લેજો
વિચારીને ચેતી જાજો
પાછળથી પસ્તાશો રે
હળ હળ તો કળિયુગ આવ્યો
મારે ને તમારે ઘેરે...
જોયું એવું કીધું રે
હળ હળ તો કળિયુગ આવ્યો
નો જોવાનું જોયું રે...
હળહળ તો કળિયુગ આવ્યો
સપને નો જોયું રે...
હળ હળ તો કળિયુગ આવ્યો
Негізгі бет નો જોવાનું જોયું રે 🥺 હળહળ તો કળિયુગ આવ્યો
Пікірлер: 16