નાનું એવું ગોકુળ રૂડું ગામ 🥰 શ્રી કૃષ્ણની લીલા અને રાધાજી ના રુસણા ||👇 લખેલું છે || Krishna bhajan
નાનું એવું ગોકુલ રૂડું ગામડું રે
ત્યાં રામે છે રાધાને કાન મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ગોકુલ ગામના ગોવાળિયા રે
ગૌધેનું ચારવાને જાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
બરસાના ગામની ગોવાલણી રે
મહિડા વેહચવાને જાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આડા ગોવાળિયા ઉભા રહ્યા રે
મહિડાના દાણ દેતા જાવ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાજીને કાન જગડીયા રે
નહિ આપું મહિડાના દાણ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
છણકો કરીને રાધા ચાલીયા રે
આવ્યા છે બરસાના ગામ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ચાર પાંચ માસ વીતી ગયા રે
ન આવ્યા રાધા નાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
કાને તે મનમાં વિચારીયું રે
લીધું મૈયરણનું રૂપ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આંખે તે આંજણ આંજિયા રે
કપાળે ટીલડી શોભે મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ફૂલ તે ઘેર નો પેર્યો ઘાઘરો રે
ઘુઘરીનો નથી એમાં પર
અવસર એવો નઈ મળે રે
કમખા તે કોરનું પેર્યું કાપડું રે
બાયે મોરલિયાની છાપ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આછા તે રંગની ઓઢી ઓઢણી રે
તારલિયા ચમકે છે અપાર
અવસર એવો નઈ મળે રે
માથે તે મુંગટ એને શોભતો રે
હૈયે હજારી હાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
બાયે બાજુ તે બંધ બેરખા રે
દસે આંગળિયુંમાં વેઢ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
કેળે કંદોરો એને શોભતો રે
ઘુઘરીનો ઘમકાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
પગમાં તે ઝાંઝર એને શોભતા રે
ચાલે તો ઘુઘરી વાગે મારા વાલા
અવસર એવો નઈ મળે રે
પગે તે રાઠોડી મોજડી રે
ચાલે ચટકતી ચાલ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
હાથી તે દાંતની લીધી ચુડલી રે
ચુડ્લી વેચવાને જાય મારો વાલો
અવસર એવો નઈ મળે રે
રાધાની દાદાની ડેલીએ ઉતર્યા રે
રાધાજીના દાદાની ડેલીએ રે
માંડ્યા મણિયારાએ હાટ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
લલિતા સખી ત્યાંથી નીકળા રે
જોયા મણિયારાના હાટ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
લલિતા સખી ત્યાંથી ચાલીયા રે
આવ્યા રાધાજીની પાસ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
આપણા દાદાજીની ડેલીએ રે
માંડ્યા મણિયારાએ હાટ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાજીએ શણગાર સજીયા રે
ચુડ્લી લેવાને જાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
અમારા માપની આપો ચુડ્લી રે
ચુડ્લી નાના મોટી થાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
તમારા માપની ચુડ્લી રે
લેવા આવો ગોકુલ ગામ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
લલિતા સખી એમ બોલિયાં રે
આ છે જશોદાનો જાયો મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાજી ગોકુલ આવિયા રે
લેવી છે માપની ચુડ્લી મારા વાલા
અવસર એવો નઈ મળે રે
હાથી તે દાંતની ચુડ્લી રે
પેરાવી રાધાજીને હાથ મારા વાલા
અવસર એવો નઈ મળે રે
રાધાને કાનની રમતડી રે
ગાઈ છે નરને નાર મારા વાલા
અવસર એવો નઈ મળે રે
ગાઈ શીખેને સુણે સાંભળે રે
વ્રજમાં વાસ એનો થાય મારા વાલા
અવસર એવો નઈ મળે રે
નાનું એવું ગોકુલ રૂડું ગામડું રે
ત્યાં રામે છે રાધાને કાન મારા વાલા
અવસર એવો નઈ મળે રે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#નાનુંએવુંગોકુળરુડુગામ
#શ્રીકૃષ્ણનીલીલાઅનેરાધાજીનારુસણા
#ગણેશચતુર્થીસ્પેશિયલ
#ગણપતિનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use
Негізгі бет નાનું એવું ગોકુળ રૂડું ગામ 🥰 શ્રી કૃષ્ણની લીલા અને રાધાજી ના રુસણા ||👇 લખેલું છે || Krishna bhajan
Пікірлер