સાખી-
કંચન થાળી કરધરી ને લઇ જશોદા માત
પીરસે રાણી રુક્ષ્મણી ને આરોગો નંદલાલ
કિર્તન-
નોતરું આપું છું શ્યામ જમવા ને આવજો
પડતા મૂકીને સૌ કામ શ્યામ તમે જમવા ને આવજો
બાજોઠનો મોહ હવે છોડી દો શામળા
ડાઇનિંગ ટેબલ તૈયાર શ્યામ તમે જમવા ને આવજો
માખણનો મોહ હવે મૂકી દો શામળા
ઈડલી ઢોસા તૈયાર શ્યામ તમે જમવા ને આવજો
પાવ વડા ચટણી અને સમોસા
દહીં વડા રાખ્યા છે સાથ શ્યામ તમે જમવા ને આવજો
પેટીસ પકોડીને મેથીના ગોટા
દાળવડા રાખ્યા છે સાથ શ્યામ તમે જમવા ને આવજો
ભેળપુરી પાણીપુરી સાથમાં છે સેન્ડવીચ
રગડા પેટીસ છે સાથ શ્યામ તમે જમવા ને આવજો
પાવભાજી બનાવી છે મેં ઘણા ભાવથી
દાઢમાં રહી જાશે સ્વાદ શ્યામ તમે જમવા ને આવજો
ઢેબરા નો મોહ હવે ભૂલી જાઓ શામળા
ઇટાલિયન પિઝા તૈયાર શ્યામ તમે જમવા ને આવજો
ભૂલી જાઓ જળ ગંગા જમના ના
બીસ્લેરી બોટલ તૈયાર શ્યામ તમે જમવા ને આવજો
કલકત્તી પાન મહિ ચુનો ને કાથો
પરાગ આપુ મુખવાસ શ્યામ તમે જમવા ને આવજો
નવા નવા જમાનાનો નવો નવો થાળ છે
ભાવે તો આવજો ફરી વાર શ્યામ તમે જમવા ને આવજો
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка નવા જમાનાનો નવો થાળ - વસંતબેન (કીર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિક માસ - 2023
Пікірлер: 229