પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..શિવ ના ભજન#bhajan #કીર્તન #jayshreeben #git
શંકર વનમાં રમે રાસ
પાર્વતી શંકરને ગોતવા જાઈ તમ વિના એકલું કેમ રહેવાય
પારવતી ભીલડી થઈને જાય
પગમાં ઘૂઘરૂ રૂમઝૂમ થાય..
ભોળા એ આંખ ઉઘાડી જોયું એનો ડમરું ડગમગ થાય..
ભોળાએ દોડીને જાલ્યો હાથ ભોળા નાચે ભીલડીની સાથ..
ભોળાનાથે તરા તુર
મારી ભીલો ની છે જાત..
ભોળા મેલો અમારો હાથ
દેખે ગંગા પાર્વતી નાર..
પાર વતી ને મૈયરિયે મૂકવા જાવ સાથે ગંગાજીને તેડતો જાવ..
ભોળા પાછા વનમાં જાય
ઓલી ભીલડી છેતરી જાય..
ભોળા મનમાં રે મૂંઝાય
હવે મારે કરવો શું ઉપાય.
ભોળા મોજડી વેચવા જાય
ભોળા મોચીડા થઈને જાય..
શંકર શેરીએ પાડે સાદ
પાર્વતી પાણી ભરવા જાય..
પારવતી મોજડી જોવા જાય
મોજડીમાં ભોળાનાથ દેખાય..
મોચીડા આવજો મારે મોલ
કરવા મોજડી યુંના મૂલ..
મોચીડા મોજડીઓની હામ
કર શું કહ્યા તમારા કામ..
આવજો ભાવતા ભોજન લઈ
મોજડી પહેરાવું પગમાં બે ય..
પારવતી આવ્યા થાળી લઈ
જમશું એક થાળીમાં બેય..
મોચીડા શરમાશો નહિ આજ
ભીલડી ઊભી તમારી સાથ..
ભોળા એ નેણલા નીચા ઢાળિયા
પારવતી હૈયા થી હરખાય..
આવી મારા ભોળાનાથ ની મેર
ભક્ત કરે છે લીલા લેર...
#jayshreeben #shreeharisatsang
#jayshreebenbaldha
#gujaratisatsang #kirtan #krishna
#gujaratisatsang #krishna #kirtan #bhajan #krishnabhajan #bhajanmandal #ras
Негізгі бет Музыка પાર્વતી શંકર ને ગોતવા જાય...કિર્તન નીચે લખેલું છે..
Пікірлер: 21