બાલિકાદિનની ઉજવણી " મહિલા આયોગ । અમદાવાદ ધર્મપ્રાંત | PART 1
ધર્મપ્રાંતના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તા. 15 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ સવારે 9 થી 5 વાગ્યા સુધી અમદાવાદ ધર્મપ્રાંતના ધમવિભાગોની બાળાઓ માટે દિવ્યદયા ધામ, સલુણ ખાતે ધર્મપ્રાંતમાં પહેલીવાર "બાલિકાદિન"ની ઉજવણી "મહિલા આયોગ "દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધોરણ 6થી10 માં અભ્યાસ કરતી તથા રજીસ્ટ્રેશન કરાવેલ 370 બાળાઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદ ધર્મપ્રાંતના મહિલા આયોગ ટીમે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, ત્યારબાદ સુંદર સ્વાગત ડાન્સ પેટલાદ ડિનરીની બાળાઓ દ્વારા અને નડિયાદ ડિનરીની બાળાઓ દ્વારા પ્રાર્થના ડાન્સ કરવામાં આવ્યો હતો.અમદાવાદ ધર્મપ્રાંતના આદરણીય ધર્માધ્યક્ષશ્રી રત્ના સ્વામી, એલ.ડી. સીસ્ટરોના જનરલ સિસ્ટર ખલક, રેવ. ફાધર ટાયટસ. રેવ. ફાધર સુરેશ એસ.જે. તથા અમદાવાદ ધર્મપ્રાંત મહિલા આયોગના સુકાની સિસ્ટર મંજુ ટુસકાનો ઓ.પી., તથા સિસ્ટર સિલ્વિયા ઓ.પી., દિવ્યદયા ધામ સલુણના રેવ. ફાધર અરુલ, રેવ. ફાધર પ્રકાશ, કાર્મેલાઇટ સિસ્ટર એની, સિસ્ટર મીના એલ.ડી, તથા બાળાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ ફૂલછોડ અને શાલ ઓઢાડી સૌને આવકર્યા હતા. એ જ સમયે ધર્મપ્રાંતના મહિલા આયોગની બહેનોએ બાળાઓને ગુલાબની પાંખડીઓથી વધાવી લીધા હતા.
રેવ. ફાધર સુરેશ અને રેવ. ફાધર ટાયટસે બાળકોને શ્રદ્ધાનું સિંચન તેમના વક્ત્યવ દ્વારા કર્યું હતું તથા પ્રભુની હાકલની વાત કરી સાધ્વી બની સેવાનો મહિમા કરવાનું આહવાન કર્યું હતું. આ દરમ્યાન બાળાઓને સૂઝેલા શ્રદ્ધા ઘડતરના પ્રશ્નોનોના જવાબ ધર્માધ્યક્ષશ્રીએ આપ્યા હતા. આણંદ ડિનરીના એલ.ડી. સીસ્ટરો દ્વારા પવિત્ર મારિયાના વિવિધ રૂપો ધારણ કરી પવિત્ર મારિયાની શ્રદ્ધા વ્યકત કરી હતી.
બપોરના સાત્વિક ભોજન બાદ મુંબઈથી પધારેલ યુવાન રોહિત અને ટીમ દ્વારા "પોસકો એક્ટ" ઉપર ખુબજ મહત્ત્વનું અને અસરકારક આગવી શૈલીથી માહિતી આપી હતી અને તેમની ટીમ દ્વારા નાટિકા અને પ્રશ્નોત્તરી કરી માહિતી રજુ કરી હતી જે આજની સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારોને અટકાવવા માટે અંગુલીનિર્દેશ કર્યો હતો.
આદરણીય બિશપ દ્વારા ખ્રિસ્તયજ્ઞ અર્પણ કર્યો હતો અને તેમાં રેવ. ફાધર રોયસ્ટન એસ.જે.(બાવળા), રેવ. ફાધર બ્રિટ્ટો (ઉમરેઠ), રેવ. ફાધર હેન્સલ (બિશપશ્રીના સેક્રેટરી) તથા રેવ. ફાધર Anthony ગોયેલ (ડોન બોસ્કો,ડાકોર) હાજર રહ્યા હતા.
સિસ્ટર મંજુ ટુસકાનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ફોટો અને અહેવાલ
વિજય બીબીએન
--------------------------------------------------------------------------------------------------------
Join this channel to get access to perks:
/ @bbnbhumel
Brotherhood, Love and Peace
/ bbnbhumel BBN KZitem ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.
--------------------------------------------------------------------------------------------------------
#girlchildday
#GirlchilddayatSalun
#GirlchilddayMahilaAyog
#Ahmedabaddiocese
#viralshorts
#viralvideo
#shorts
#viralreels
#viralyoutube
Негізгі бет PART 1 | બાલિકાદિનની ઉજવણી | મહિલા આયોગ - અમદાવાદ ધર્મપ્રાંત | દિવ્યદયા ધામ, સલુણ ખાતે
Пікірлер