• પાંડવોએ આંબો રોપીયો રે...
• ભોળા તારા પગે મને પડવા...
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મે મનમાં કર્યો રે વિચાર એને અમને ખબર નથી..
કારતક મહિનો આવ્યો ને તુલસી લીલાછમ
મારો ઠાકર પરણવાને જાય એની અમને ખબર નહોતી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કર્યો રે વિચાર એની અમને ખબર નથી..
માગશર મહિનો આવ્યો અને આંબે આવ્યો મોર
ઓલી કોયલ કરે રે કીલોલ એની
અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કર્યો રે વિચાર એને અમને ખબર નથી..
પોષ આવ્યો ને લાડુ ના પડ્યા થાળ
ઠાકર જી પરણવા ને જાય એની અમને ખબર નથી
પ્રભુ તારી કળા ને અમને ખબર નથી..
એ મનમાં કર્યો રે વિચાર એની અમને ખબર નથી..
મા મહિનો આવ્યો અને વસંત પંચમી વર્તાય
મારા વાલા ના લગનીયા લેવાય એની અમને ખબર
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મે મનમાં કરો રે વિચાર અમને એની ખબર નથી..
ફાગણ મહિનો આવ્યો ને કેસુડા લાલ ગુલાલ
વાલોજી હોળી રમવા જાય એની અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કર્યો રે વિચાર એની અમને ખબર નથી..
ચૈત્ર મહિનો આવ્યો ને ખાડા ખાબોચિયા સુકાય
ઓલો સમદર સુકાઈ જાય એની અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મે મનમાં કર્યો રે વિચાર એની અમને ખબર નથી..
વૈશાખ મહિનો આવ્યો ને આંબે પાકી કેરી
તારી કળાનો નહીં પાર એની અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કર્યો રે વિચાર એને અમને ખબર નથી..
જેઠ મહિનો આવ્યો ને વાદલડી
ઓલી કયા વર્ષે જાય
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કરો વિચાર એની અમને ખબર નથી..
અષાઢ મહિનો આવ્યો અને ધરતી લીલી છમ
પેલો મોરલીયો કરે કીલોલ એની અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કર્યો રે વિચાર એને અમને ખબર નથી..
શ્રાવણ મહિનો આવ્યો ને સમદર ચાલ્યા જાય
ઓલી ગોપીઓ નાવાને જાય
અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મે મનમાં કર્યો રે વિચાર એને અમને ખબર..
ભાદવીનો મહિનો આવ્યો ને સમદર ભરપૂર
મારો વાલોજી જળ જીલવા જાય એની અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી..
મેં મનમાં કર્યો રે વિચાર એને અમને ખબર નથી..
આસો મહિનો આવ્યો અને માતા ગરબે રમવા જાય
ઓલે સૈયરો ગરબા ગાય એની અમને ખબર નથી
પ્રભુ તારી કળાની અમને ખબર નથી...
Негізгі бет પ્રભુ તારી કળાની અમને ખબર નથી....ll જયશ્રીબેન બાલધા ll (કીર્તન નિચે આપેલ છે) ll kirtan ll bhajan ll
Пікірлер: 77