મનાવી લીધો મનાવી લીધો મનાવી લીધો રે, રાધા તારા શ્યામને મનાવી લીધો રે ----
મંગળામા મીઠું મીઠું માખણ ખવડાવી, મોહનને મેંતો મનાવી લીધો રે રાધા તારા શ્યામને ----
શ્રુંગારમા સુંદીર વાઘા ધરાવી, સાવરાને મેંતો સજાવી દીધો રે,
રાધા તારા શ્યામને -----
રાજભોગ માં વિધવિધ સામગ્રી ધરાવી, રસિકને રાજી રાજી કરી દીધો રે -----
ઉત્થાપન માં મેવા ભોગ ધરાવી, ગોવિંદને ઉરથી લગાવીl દીધો રે રાધા તારા શ્યામને ------
ભોગ સમાના દર્શન કરીને, ગિરિરાજ નેં હૃદયમાં સમાવી લીધાં રે રાધા તારા શ્યામને -----
સંધ્યા સમયે ગાયો ચારી ઘેર આવ્યો, ગુણલા ગાઈ નેં રીઝાવી લીધો રે રાધા તારા શ્યામને ---
શયનમા સુંદર કહાની સુણાવી, પિયુને પ્રેમથી પોઢાડી દીધો રે રાધા તારા શ્યામને ----
ઊંઘમાં પડખાં ફેરવતાં ફેરવતાં, રાધા રાધા બોલતો સાંભળી લીધો રે રાધા તારા શ્યામને -----
ગોપી મંડળ તારા ગુણગાન ગાતા, નયનોથી અમી વરસાવી ગયો રે રાધા તારા શ્યામને -----
Негізгі бет રાધા તારા શ્યામને મનાવી લીધો રે ... વિડીયો ના અંત મા કીર્તન લખેલું છે ..
Пікірлер