અંદન ચંદન ના લાકડા રે ઓર્યા
નાખ્યા સુતારી ને ઘેર બોલો રામ રામ રામ
ભાઈ રે સુતારી વીરા રે વિનવું
કાવડ ઘડજે તૈયાર બોલો રામ રામ રામ
કાવડ ઘડી ને વાક જ વાળજે
તેમાં બેસે માં ને બાપ બોલો રામ રામ રામ
ખંભે કાવડ હાથ માં ગેડિયો
શ્રવણ તીરથ કરવા જાય બોલો રામ રામ રામ
એક સો અડસઠ તીરથ કર્યા
માએ માગ્યા છે નીર બોલો રામ રામ રામ
આઘેરા આવો મોરા માવડી
આહિયા ઊંડા છે નીર બોલો રામ રામ રામ
આંબા ડાળે કાવડ વળગાડી
શ્રવણ જળ ભરવા જાય બોલો રામ રામ રામ
કળશ લોટા જળ મા બોળયા
ખખડ્યા નદીયું ના નીર બોલો રામ રામ રામ
મામા દશરથે એમ રે જાણ્યું
સાવજ આવ્યો નજીક બોલો રામ રામ રામ
સાવજ વર્ણે બાળજ છોડ્યા
મારી નાખ્યો શ્રવણ બોલો રામ રામ રામ
જાવ જાવ મામા બા ને પાણી આપજો
હળવી હલજો હાલ બોલો રામ રામ રામ
લાંબા હાથે લોટા આપજો
આંધળા ઓળખશે હાથ બોલો રામ રામ રામ
કોણ છે પાપી ને કોણ છે દુઃખીયો
કોણે માર્યો શ્રવણ બોલો રામ રામ રામ
હુ છુ પાપી ને હુ છુ દુઃખિયો
મામે માર્યો ભાણેજ બોલો રામ રામ રામ
જાવ જાવ વીરા શ્રાપ દવ છુ
તમારે પુત્ર થાશે ચાર બોલો રામ રામ રામ
રામ ને લક્ષ્મણ વન માં જાશે
ભરત ક્ષત્રુજ્ઞ મોસાળ બોલો રામ રામ રામ
જ્યારે તમારું મૃત્યુ થાશે
ત્યારે એકેય નય હાજર બોલો રામ રામ રામ
જે કોઈ શ્રવણ નિ કાવડ ગાશે
એનો વ્રજ મા વાસ થાશે બોલો રામ રામ રામ
અંદન ચંદન ના લાકડા રે ઓર્યા
નાખ્યા સુતારી ને ઘેર બોલો રામ રામ રામ
Негізгі бет શ્રવણ નિ કાવડ નું કિર્તન કૈલાસ બેન જોષી સુરત
Пікірлер: 27