સાંભળો મારી બુનો સાંભળો મારા ભઈ 😜 કીર્તન લખેલું છે | ઝટપટ ઝટપટ | ડાકોર ના દર્શન કરવા ગઈ #bhajan
સાંભળો મારી બુનો સાંભળો મારા ભઈ
ડાકોરના સંઘમાં જાત્રાએ ગઈ
ત્રણ તોલાની મારી કંઠી ગઈ
ડાકોર ના દર્શન કરવા ગઈ
ડાકોરની જાત્રા મોંઘી પડી
ટિકિટ વિનાની હું તો જાત્રાએ ગઈ, મફતની જાત્રા મોંઘી પડી ગઈ
ઝટપટ ઝટપટ ફરવા ગઈ ડાકોરના સંઘમાં જાત્રાએ ગઈ
દોડતી ને દોડતી સ્ટેશન ગઈ ટિકિટની બારી બંધ થઈ ગઈ
ત્યાંથી ગાડી ઉપડી ગઈ આણંદના સ્ટેશન ઉભી રહી
હે સાંભળો મારી બહેનો ને સાંભળો મારા ભાઈ આણંદ ના ગોટા ખાવા ગઈ
સૌથી પહેલા ઉતરી ગઈ આનંદ ના ગોટા ખાવા ગઈ
ગોટા ખાઈને તાજી માજી થઈ પાછી ગાડીમાં આવી ગઈ
સૌથી પહેલા આવી ગઈ બીજાની સીટમાં ગોઠવાઈ ગઈ
બીજાની સીટમાં ગોઠવાઈ ગઈ ત્યાં તો ઝઘડા ઝગડી થઈ
ત્યાંથી ગાડી ઉપડી મારા ભાઈએ ડાકોરના ગામમાં ઊભી રહી
સૌથી પહેલા ઉતરી ગઈ ગોમતીજી માં નાવા ગઈ
નાઈ ધોઈને પાવન થઈ કપડાની થેલી ગુમ થઈ ગઈ
સાંભળો મારી બહેનો ને સાંભળો મારા ભાઈ મારી કપડાની થેલી ગુમ થઈ ગઈ
મનડુ વાળીને હું તો આગળ ગઈ રણછોડરાય ના મંદિરે ગઈ
મંદિરે જઈને ઊભી રહી ત્યાં તો મોટી લાઈન થઈ.
બીજાની વચમાં પેસી ગઈ ત્યાં તો ઝગડા ઝઘડી થઈ
બીજાની વચમાં પેસી ગઈ ત્યાં તો ધક્કા ધકકી થઈ
પહેલા ધક્કે અંદર ગઈ બીજા ધક્કે બહાર પડી ગઈ
ઊભી થઈને જોયું મારા ભાઈ સાવરે સોનાની મારી કંઠી ગઈ
સાંભળો મારી બહેનો ને સાંભળો મારા ભાઈએ ડાકોરની જાત્રા મોંઘી પડી ગઈ
એટલે તમને કહું છું મારા ભાઈ આઠમે પૂનમે જાસો નહીં
• ડાકોર ના દર્શન કરવા ગઈ...
ભાદરવી પૂનમ નું નવું ભજન
• ભાદરવી પૂનમ નું નવું ભ...
Thank you 🙏🏻🙏🙏🙏🙏🙏
Негізгі бет સાંભળો મારી બુનો સાંભળો મારા ભઈ 😜 કીર્તન લખેલું છે | ઝટપટ ઝટપટ | ડાકોર ના દર્શન કરવા ગઈ
Пікірлер: 1