શિવ ડુંગરાવાળા કેવાણા સદા શિવ મહાદેવા
શિવ સમશાનમાં રહેવા વાળા સદાશિવ મહાદેવા
શિવ ના કંઠે મુંડની માળા સદાશિવ મહાદેવા
શિવ ના ગળે મણીધર ડોલે સદા શિવ મહાદેવા
શિવ ના ઘરે ઉમિયા સતી સદાશિવ મહાદેવા
શિવ ના સૈયરુ બેસવાને આવ્યા સદાશિવ મહાદેવ
સાથે લક્ષ્મીજીને લાવ્યા સદાશિવ મહાદેવ
એવા લક્ષ્મીજી મેળલા બોલ્યા સદા મહાદેવા
બેની તારા તે સ્વામી કેવા કહેવાય સદાશિવ મહાદેવા
એ તો સમશાનમાં રહેવા વાળા સદા શિવ મહાદેવા
તેને મહેલની શુ હોય ભાન સદાશિવ મહાદેવ
ત્યાં તો ડુંગરા ડોલવા લાગ્યા સદા શિવ મહાદેવ
એવા સતી ક્રોધે ભરાણા શિવ મહાદેવ
સતી નો રે બોલે ન ચાલે સદા શિવ મહાદેવ
સૈયરુ ગયા છે તેને ઘરે સદાશિવ મહાદેવ
એવી શિવની સમાધિ છૂટી સદા શિવ મહાદેવ
શિવ આવ્યા સતી ની પાસે સદા શિવ મહાદેવ
સતીના રે બોલે ને ના ચાલે સદા શિવ મહાદેવ
શિવ હસીને એમ જ બોલ્યા સદાશિવ મહાદેવ
સતી શું છે એવી વાત રે સદા શિવ મહાદેવ
વાત કરો તો આવે ઉકેલ સદાશિવ મહાદેવ
ઉમા સતી એમ જ બોલ્યા સદા શિવ મહાદેવ
સૈયર આવ્યા હતા આપણા ઘરે સદાશિવ મહાદેવ
એવા લક્ષ્મીજીને બોલ્યા સદા શિવ મહાદેવ
બેની તારા સ્વામી કેવા કેવાય સદસ્યો મહાદેવ
એવા મેણલા કેમ ખમ્માઈ સદા શિવ મહા દેવા
સ્વામી આપણે જણાવો મહેલ સદાશિવમહાદેવા
શિવે પલમાં તે મહેલ કર્યો ઉભો સદાશિવ મહાદેવ
ટાંકીયા હીરા માણેક અને મોતી સદા શિવ મહાદેવ
શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
સતી મહેલ માં મેલો કુંભ ઘડો સદા શિવ મહાદેવા
સતી ગયા છે કૈલાશધામે સદા શિવ મહાદેવ
સતી ગયા એની શહેરોની ઘરે સદા શિવ મહાદેવ
સૈયરુ ચાલો અમારે ઘરે સદાશિવ મહાદેવા
મારે મેલવો છે કુંભ ઘડો સદા શિવ મહાદેવ
ત્યાં તો લક્ષ્મીજી એમ જ બોલ્યા સદા શિવ મહાદેવા
ક્યાં સમસાને મેલશો કુંભ ઘડો સદા શિવ મહાદેવા
સતી તો કાંઈ પણ ના બોલ્યા સદાશિવ મહાદેવ
સૈયરો આવે સતી ના ઘરે સદાશિવ મહાદેવ
સતી એ મહેલમાં મુક્યો કુંભ ઘડો સદા શિવ મહાદેવા
સૈયરુ ગયું એને ઘરે સદાશિવ મહાદેવ
શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવ
સતી ચાલો હવે મેલમાં રહેવા જઈએ સદાશિવ મહાદેવ
સતી એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવ
મહેલમાં એમનો રહેવા જવાય સદાશિવ મહાદેવ
મહેલમાં હવન કરી જઈએ સદાશિવ મહાદેવા
આપણે બોલાવો પંડિત બ્રાહ્મણ સદાશિવ મહાદેવ
શિવ ગયા છે પંડિત ગોતવા સદા શિવ મહાદેવ
શિવે આખી લંકા ડોળી સદાશિવ મહાદેવા
એક મળ્યા રાવણ દેવ સદા શિવ મહાદેવા
સાત વાગ્યાના ચાલુ થાય સદાશિવ મહાદેવા
બાર વાગ્યાને ફળ ફૂલ ખાધા સદા શિવ મહાદેવા
પાંચ વાગ્યાના બીડલા હોમાયા સદાશિવ મહાદેવા
શિવે સાધુ બ્રાહ્મણ જમાડિયા સદાશિવ મહાદેવ
સીવે બ્રાહ્મણને દક્ષીણા દીદી સદાશિવ મહાદેવ
બાકી રહ્યા એક રાવણ દેવ સદાશિવ મહાદેવ
શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા
તમને શું રે આપુ દક્ષિણા સદાશિવ મહાદેવા
રાવણ એમ જ કહીને બોલ્યો સદા શિવ મહાદેવા
અમને રહેવા આપો તમારો મહેલ સદાશિવ મહાદેવ
શિવે સતીની સામું જોયું સદાશિવ મહાદેવા
સતીએ ધીરે થી મસ્તક નમાવીયુ શિવ મહાદેવા
શિવ તથાસ્તુ એમ જ કીધું સદાશિવ મહાદેવ
સતી એમ જે કહીને બોલીયા સદાશિવ મહાદેવા
સ્વામી ચાલો આપણા ડુંગરે રહેવા જઈએ સદાશિવ મહાદેવા
ત્યાં નો માંગે કોઈ એકેય પાણો સદાશિવ મહાદેવા
શિવ દેવોના દેવ કે વાણા સદા શિવ મહાદેવ
શિવ ડુંગરા વાળા કે વાળા સદા શિવ મહાદેવ
શિવ સ્મશાનમાં રહેવાળા સદા શિવ મહાદેવા
Негізгі бет સદાશિવ મહાદેવા(વર્ષાબેન )(નીચે લખેલ છે) પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો
Пікірлер: 13