સૈકાઓથી અડીખમ ઊભેલી મામા-મામી અને ભાણેજની યાદમાં બંધાયેલ ઐતિહાસિક અને પ્રાચીન રાતકડી વાવ.. આ વાવ ધ્રાંગધ્રા તાલુકાના હરીપર, રાજગઢ, અને વસાડવા એમ ત્રણ ગામની જ્યાં ભેગી થાય છે એ જગ્યા પર આવેલી છે.. ખરેખર રસ્તો ઘણો દુર્ગમ અને વનવગડાની વચ્ચે ખેતરોના માર્ગે થઈ ને નીકળે છે.. પરંતુ વાવનું પાણી અમે ત્યાં નિરાંતે બેસી ને પીધું ત્યાંતો અમારો બધો થાક ઉતરી ગયો.. મોટા ભાગની જગ્યાએ અમે જઈએ છીએ ત્યારે વધારે ત્યાં બેસતા નથી પરંતુ આ જગ્યા પર અમને એટલું સારું લાગ્યું કે 10 વાગ્યે અમે વાવ પર પહોંચી ગયેલા અને ક્યારે 2:30 વાગી ગયા એની અમને ખબર સુધ્ધા ન રહી.. ત્યાંથી પાછા અમે કાળું ભાઈ ના ખેતરે પહોંચ્યા અને કલાક આરામ કરી ને ઉભા થયા ત્યાં અમને કાળું ભાઈ ના બા કમુ બા એ ચા પાણી પીવા બોલાવ્યા ખરેખર કાળું ભાઈ નો આવકારો અને મહેમાન ગતિ હજી માણી ને ઉભા પણ નહોતા થયા ત્યાં કમુ બાનું માન સન્માન જોઈને ત્યાં ગયા.. ખેતરના ઝાંપે જ એમની નાની એવી સરસ મજાની ઝુંપડી જોઈને અમે તો મંત્રમુગ્ધ થઇ ગયા.. એ પછી ગરમી બહુ હતી એટલે ચા તો નો પીધી પણ ઠંડુંગાર કેન ઉપર કંતાન વીંટાળી ને રાખેલ એ કેનનુ પાણી પીધું.. ખરેખર આ અમારા માટે એક યાદગાર પ્રસંગ બની રહ્યો..
કાળું ભાઈ નો વિડીયો અને કમુ બાનો વિડિયો એ બંને વિડિયો આપણે ઉતારેલા છે જે આપણી આ BHATIGAL SANSKRUTI ચેનલ પર પ્રસારિત કરેલા છે..
#સૌરાષ્ટ્ર #લોકસંસ્કૃતિ #સંસ્કૃતિ #ઝાલાવાડ #તીર્થદર્શન #તીર્થયાત્રા #ધર્મદર્શન #Gujarat #GujaratiVideo #Gujarativlogs #Gujarativlogger #BhatigalSanskruti
Негізгі бет સૈકાઓથી અડીખમ ઊભેલી મામા-મામી અને ભાણેજની યાદ રૂપે બંધાયેલી : રાતકડી વાવ
Пікірлер: 1