મેકણ દાદા અથવા મેકરણ દાદા એ કચ્છના કબીર તરીકે ઓળખાતા એક કાપડી સંત હતા. સંત કબીરની માફક તેમણે કચ્છી ભાષામાં અનેક દોહાઓની રચના કરી છે.તેમનો જન્મ કચ્છ જિલ્લાના ખોભંડી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હરગોપાલજી તથા માતાનું નામ પંતાબાઈ હતું. ૧૨ વર્ષની ઉંમરે જ તેમણે સાધુ તરીકે દીક્ષા લીધી હતી . તેમનું બાળપણનું નામ મોકાયજી હતું, દીક્ષા લીધા બાદ તે મેકણ કે મેકરણ કરાયું હતું. તેઓ પ્રાયઃ પોતાના ખભા પર કાવડમાં રોટલો અને પાણી ભરીને કચ્છના રણમાં ભૂખ્યાં તરસ્યા લોકોને ભોજન તથા જળ પીવડાવતાં તેમની સાથે પ્રાયઃ એક 'લાલીયો' નામક ગધેડો અને 'મોતિયો' નામક કૂતરો રહેતાં. તેમણે તેમના ૧૧ શિષ્યો સાથે તેમના ગામ ધ્રાંગમાં સમાધિ લીધી હતી.
મારગ બતાવે દાદા મેકરણ
Негізгі бет Sant Shri Mekaran Dada Tample - Dhrang Kutchh|| સંત શ્રી મેકરણ દાદા ધામ ધ્રંગ-કચ્છ
Пікірлер: 82