હવે અહ્યા ટાઇટલ વાંચીને ઘણું આશ્ચર્ય થશે કે વળી સિંહ તો જંગલમાં નદી કે ઝરણામાં ઉભા ઉભા પાણી
પિતા હોઈ તો શું હું જંગલમાં લંચ લેવા ગયો કે શું ?
ખરેખર તો મેં જ્યાં બપોરનું ભોજન લીધું એ ગીર જંગલ થી ચારેય બાજુથી ઘેરાયેલી આંબાવાડી છે, જ્યાં સિંહોનું આવવાનું અને અહીં પાણી પીવાનું એ રોજીંદુ કહી શકાય. મેંદરડા થી સાસણ ગીર જતા રસ્તા પાર સાસણ થી 6km અગાઉ માળીયા હાટીના વાળા રસ્તા પર દેવળીયા સફારી પાર્ક છે. સફારી પાર્ક ની પહેલા તમને રસ્તા ની બંને બાજુ દેશી ધાબાઓ જોવા મળશે જે ખેતર અને વાડી ઓ માં બનેલા છે જ્યાં સાસણ અને દેવાળિયાની સફર પર આવેલા પર્યટકોને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર અને એ પણ અહીંના ખુલ્લા કુદરતી વાતાવરણ માં કરવાની સુવિધા પરી પાડે છે. આ વખતે અનાયાસે હું જે વાડી પર લંચ કરવા ગયો ત્યાં (જ્યાં મારુ ટેબલ રાખવામાં આવ્યું હતું તેની નજીકજ પાણીની એક કુંડી માં સવારે 5 થી 6ની આસપાસ સિંહ પાણી પીવા આવ્યો હતો. અને તેની સાબિતી હતી સિંહના પગના પંજાના નિશાન. જેને ફોરેસ્ટ ટર્મિનોલોજી માં પગમાર્ક કે ફુટમાર્ક કહે છે. જોકે અહીંયા મારી ખરી મોજ સિંહ અહીં આવ્યોતો તે માટેની નહોતી પણ ખરેખર તો અહીંની વાડીઓ માં બનતું ગીરનું દેશી ભોજન પણ હતું. આ આંબાવાડીઓ માં જુલતી કેસર કેરી બપોર ના તડકામાં પણ વૃક્ષોની નીચે મલતા ઠંડા છાંયડામાં દેશી ચુલ્હામાં ગામડાની દેશી ઢબે બનેલી રસોઈ આરોગવી એ સૌથી મોટી મોજ હતી.
આ મોજ તમને આ વીડિયોમાં અનુભવવા મળશે.
તો આ વીડિયો પૂરો જોવા નમ્ર વિનંતી.
એડ્રેસ
Shree Ramnath Dhaba
1 km from 1st check post towards Devaliya safari park,
Near Sasan Gir
District Junagadh
સવારે જ્યાં સિંહે પાણી પીધું બપોરે મેં ત્યાં બેસી ભોજન લીધું | Traditional Lunch Gir | Farm Food
Негізгі бет સવારે જ્યાં સિંહે પાણી પીધું બપોરે મેં ત્યાં બેસી ભોજન લીધું | Traditional Lunch Gir | Farm Food
Пікірлер: 89