🖋️Rachna: P. Pu. Aa. Udayratnasuri MS
🎼Sur-Sangit: Aditya gadhvi
🤝🏻Sanyojak: Team Hriday Parivartan
🪗 Music Composition & Programming: Aditya gadhvi
🎬Video Production: Team Hriday Parivartan
📸Photography & Videography: Pinalbhai Shah / Anujbhai Shah (Ahmedabad), Neeraj Soni (Udaipur)
📽️Video Editing: Neeraj Soni (Udaipur)
Sponsored By: Pushpaben natwarlal Shah Parivar (ghalawala) sarelawadi Surat
video shoot@shatrunjay nadi (250 km)
lyrics :
➖➖ શત્રુંજી નદીનું ગીત ➖➖
સાવજની સમ એ ગરજંતી,
હાક મારતી ફાળ ભરંતી,
ગીરના જંગલથી નીસરતી,
શેત્રુંજી કેવી ખળભળતી
શેત્રુંજા ગઢનો પડછાયો,
એના નીર ઉપર પથરાયો,
શેતલ નદી શેત્રુંજી થાતી,
પિયુને મળતી એ મદમાતી..
એના કાંઠે દેવનાં દેરાં
એના કાંઠે સાવજ ડેરાં
એના કાંઠે રોહીશાળા
આદીશ્વરજી છે રખવાળા...
ખમ્મા ખમ્મા રિખવદેવ ભગવાન
ખમ્મા ખમ્મા આદીશ્વર દરબાર
સૂરજ સ્નાન કરે સદા...તેજોમય દેખાય
રીખવદેવને પૂજવા,સિદ્ધાચલ પર જાય.
ક્યાંક સાંકડી કૂદે બંદર
ક્યાંક લાગતી સાત સમંદર
ક્યાંક ધૂળને ગારો થાતી
એનું જળને એની માટી
પરવત - પાણી - પવન મનોહર
જોબનવંતી નદી મનોહર
વનની વાટે ગાતી ગાતી
શેત્રુંજી કેવી મલકાતી ❓
એનાં કાંઠે રાતો ગાળે
એ ઋષભનાં ચરણ પખાળે
વાદળ પૂછે ગરજી ગરજી
શેત્રુંજી ને કોણે સરજી...❓
ખમ્મા ખમ્મા રિખવદેવ ભગવાન
ખમ્મા ખમ્મા આદીશ્વર દરબાર
પહેલું બેડું હું ભરુ.... શેત્રુંજીનાં નીર
પછી ચડુ પગથાર ને આદિનાથ મંદિર.
એને સ્પર્શી હવા પવિત્રા,
એના જળથી ધરા પવિત્રા,
એના તીરે તીર્થ તળાજા,
હસ્તગિરિ સિધ્ધાચલ રાજા.
સિધ્ધગિરિ એ વેશ ધર્યો છે.
રૂપેરી જળ - ખેશ ધર્યો છે.
શેત્રુંજી છે દેવનું દૂષ્ય.
ધરતી પરનું મેઘ - ધનુષ્ય.
સોરઠની એ તરસ છીપાવે.
શત્રુંજય મહાત્તમ સમજાવે.
જાણે સ્વર્ગની ઉતરી ગંગા.
ઉછળે નિર્મળ નીર તરંગા
ખમ્મા ખમ્મા રિખવદેવ ભગવાન
ખમ્મા ખમ્મા આદીશ્વર દરબાર
પૂરવ પુણ્ય ' ઉદય ' થયો ...પામ્યો શ્રી ભગવંત
સિદધાચલ શણગારથી...આવે ભવનો અંત .
Негізгі бет shatrunjay nadi | Aditya gadhvi new song | Palitana new song | pu.Aa.udayratnasuriji new song
Пікірлер