હે... શરદ પૂનમની રાતડી ને ચંદ્ર ચઢ્યો આકાશ રે
ચાચરના ચોકમાં ગરબો મૂકી
વાટ જુવે માં નરનારી. (૨)
પાવાગઢ ની કાલી માતા વહેલા આવો માંડી રે
ગરબાની તો રમજટ જામી ગરબે રમવા આવો ને
આરાસુરમાં અંબા ભવાની
શંખલપુરમાં બહુચર માડી
પાવાગઢમાં મહાકાળીને દક્ષિણમાં તુળજા રે
ઓ ચામુંડા ભોળી ભવાની
દર્શન અમને આપો ને
બેઉ કર જોડી વિનવું તમને ભવ ના બંધન કાપોને (૨)
અમદાવાદના ત્રણ દરવાજા
સામે ભદ્રકાળી રે
ધના સુથાર ની પોડ માં બિરાજે
જય અંબા બહુચરવાળી રે (૨)
પાવાગઢ ના ડુંગર ઉપર
બાવન ગજની ધજા લહેરાઈ
ધજા ચડાવનાર બીજુ કોઈ નહીં
ગુજરાતનો એ હીરો છે
આપણા નરેન્દ્રભાઈ મોદી છે
(૨)
ઢમ ઢમ ઢમ ઢમ ઢોલક વાગે
ત્રણ ભુવન તો ગાજે છે
ચોસઠ બેની સાથે લઈને મા મતવાલી આવે છે
(૨)
જગદંબા તું જોગણી ને
જપુ તમારા જાપ રે
અખંડ માના દીવડા પ્રગટે બેઠી આપો આપ રે
(૨)
વડોદરા નો ઉંચો ટાવર
માંડવી ઝોલા ખાય રે
ઘડિયાળી પોડમા જઈએ ત્યારે અંબે માં ના દર્શન થાય રે. (૨)
હસનારા તો હસ્યા કરે ને
અમે તો ગરબે ઘૂમવા ના
હસનારા તો રહી જાશે ને ગરબે ઘૂમે એ તરવાના(૨)
અંબા તારા મઢે ફરકે
ધોળીએવી ધજા ઓ રે
તારી અમને રજા હોય તો રોજ અમને મજા રે
(૨)
અંબા તારા ખોળે બેઠી
ચિંતા મુજને શાની રે
રીજવવા ની રીત ના જાણું હું છું પામર નારી રે
(૨)
માડી તારો છેડલો જાલ્યો
પકડ નહી છૂટવાની રે
મા દીકરી ની પ્રેમ સગાઈ શી રીતે છૂટવાની રે
(૨)
સદા ભવાની સહાય કરો ને
સન્મુખ રહેજો સાથ રે
ત્રણેય દેવ રક્ષા કરો મારી બ્રહ્મા વિષ્ણુ મહેશ રે. (૨)
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #krishna #ગરબા #lagangeet
Негізгі бет 💐સુંદર સુંદર માતાજી ની સાખી્્્્્્્ થી ભરપૂર વિડિયો 🌹(લખેલ છે)
Пікірлер: 36