તાજેતરમાં એપ્રિલ-જૂનના ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના ત્રિમાસિક આંકડા જાહેર થયા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 5% નોંધાયો છે, જે આ પહેલાંના ત્રિમાસિક ગાળાના 5.8%ના દર કરતાં પણ નીચો રહ્યો છે.
તો વર્ષ 2018માં એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર 8% નોંધાયો છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન નોંધાયેલો આ સૌથી નબળો આર્થિક વિકાસદર છે.
ડૉ. મનમોહન સિંહે કહ્યું કે ગ્રામીણ ભારતની હાલત ખૂબ જ ખરાબ છે. ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય ન મળતાં ગ્રામીણ આવકમાં ઘટાડો થયો છે.
ફૂગાવાનો જે નીચો દર દર્શાવે છે તે આપણા ખેડૂતો અને તેમની આવકને ભોગે અને 50 ટકા વસતીની દુર્દશાને ભોગે છે.
ડૉ. મનમોહન સિંહે સરકાર પર સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરવાનો પણ આરોપ મૂક્યો.
Негізгі бет Surat diamond industry માંથી છૂટા કરેલા કામદારો સાથે બીબીસીની વાતચીત
Пікірлер: 315