કરી કરુણા રે સ્વામી સહજાનંદ,
પધાર્યા અખંડ સુખ આપવા. ટેક.
જેનાં દરશનથી દુષ્કૃત ટળે,
જેને સ્પર્શે રે પામે પાતક નાશ. પધાર્યા ૧
જેનું શરણ ગ્રહે સુખ પામીયે,
વેગે નાશે રે મોહ માયાના પાશ. પધાર્યા ૨
જેનો મહીમા અનંત અપાર છે,
શુક શારદ રે મુનિ નારદ ગાય. પધાર્યા ૩.
મતિમંદ ન જાણે એ મર્મને,
જેમ ઉલુકને રે રવિ નવ દેખાય. પધાર્યા ૪
વ્હાલો નારદ નિગમના વેણને,
સત્ય કરવા રે પોતે શ્રીબદ્રીનાથ. પધાર્યા ૫.
મુક્તાનંદ કે અધર્મ ઉથાપીયો,
ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સ્થાપ્યા ગ્રહી હાથ. પધાર્યા ૬
Негізгі бет Swaminarayan Kari Karuna Re by Muktanand Swami
Пікірлер: 4