મારી અવિચળ ચૂંકને રાખજો,
મારી ચૂડીનો ભંગ ન થાય, માગું વર નાથજી... ꠶ટેક
રહે કેસર પીર લલાટમાં, રહે સેંથો ચાંદલો સદાય... માગું꠶ ૧
મારે ઘેર રહે સંત સામટા, નિત્ય ગુણ તમારા ગાય... માગું꠶ ૨
સત્સંગી મળી દેશોદેશના, આવે ઉત્સવ કરવાને આંય... માગું꠶ ૩
મારે ઘેર રહો ઘનશ્યામજી, મારી સંપત્તિ તમ અર્થે થાય... માગું꠶ ૪
રાજપાટ ને ગામ ગરાસ જે, ભુવન સહિત તમારા કહેવાય... માગું꠶ ૫
જયા લલિતા રમા ને પાંચાળી, તેને સમજું છું મુક્ત સમાન... માગું꠶ ૬
અમો સૌ મળી તમને સેવીએ, ધરીએ અખંડ તમારું ધ્યાન... માગું꠶ ૭
કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર... માગું꠶ ૮
તેમાં મૂર્તિ પધરાવો વાસુદેવની, તમો પાડોશી થાઓ કરી પ્યાર.. માગું꠶ ૯
વળી આ લોકની સુખસંપત્તિ, શ્રીજી આપી પૂરા કરો કોડ... માગું꠶ ૧૦
દુરિજનનું મેણું ઊતારજો, પ્રભુ આપજો પુત્રની જોડ... માગું꠶ ૧૧
અભય સુતને સુખી રાખજો, રહે અખંડ અભય પરિવાર... માગું꠶ ૧૨
અભયવંશ સદા તવ ઉપાસી, એ માગું છું હું ધર્મકુમાર... માગું꠶ ૧૩
વળી અભયસુત પહેલાં મુજને, શ્રીજી આપજો અક્ષરવાસ... માગું꠶ ૧૪
એવી વાણી સુણી જસુબાઈની, વર આપો કહે યુગલદાસ... માગું꠶ ૧૫
Негізгі бет Swaminarayan Mari Avichal by Jasu Baa (Dada Khachar's wife)
Пікірлер: 170